સુરતનો દબદબો, 'નાયિકા 5.0' મહોત્સવે એશિયા અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવ્યું નામ!
- સુરત (Surat) ની કલા અને જળ સંચાલન મોડેલની દેશભરમાં ગૂંજ
- કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (C.R. Patil) ની વિશેષ ઉપસ્થિતિમાં 'નાયિકા 5.0' સંપન્ન
- કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતીઓની કલાશક્તિને બિરદાવી
- સુરતની કૃતિકાબેનની સફળતાની સી.આર. પાટીલે કરી પ્રશંસા
Surat: સુરત (Surat) ખાતે તાલ ગ્રુપ દ્વારા આયોજિત “નાયિકા 5.0 રોહિણી લોક કલા મહોત્સવ” કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ (C.R. Patil) ની ગરિમામય ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમે તેની ભવ્યતા અને સહભાગીઓની સંખ્યાને કારણે "એશિયા બુક ઓફ રેકોર્ડ્સ" અને "ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ"માં પોતાનું સ્થાન અંકિત કરીને નવો ઈતિહાસ રચ્યો છે.
સુરત (Surat) હવે કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર: સી.આર. પાટીલ
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “એક સમય હતો જ્યારે લોકો સુરતની કલા અને સંસ્કૃતિની અવગણના કરતા હતા, પરંતુ આજે આખું વિશ્વ જોઈ રહ્યું છે કે સુરત માત્ર વેપાર જ નહીં, પણ કલાને પણ સમજે છે અને તેમાં ઊંડો રસ ધરાવે છે.” તેમણે કાર્યક્રમના આયોજક કૃતિકાબેનની પ્રશંસા કરતા કહ્યું કે, અંદાજે 1,300 સ્પર્ધકોની સહભાગીદારીએ આ મહોત્સવને રાષ્ટ્રીય ફલક પર મૂક્યો છે.
સુરત ખાતે તાલ ગ્રુપ દ્વારા યોજાયેલા નાયિકા 5.0 અને રંગીની - ફૉક આર્ટ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી સૌ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી એ સમયની એક ઝલક… pic.twitter.com/0RPJ3yqOFU
— C R Paatil (@CRPaatil) February 15, 2026
જળ સંચાલનનું 'સુરત મોડેલ' દેશ માટે પ્રેરણારૂપ
મંત્રીએ જળ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ સંચાલનને જનભાગીદારી દ્વારા એક 'જન આંદોલન' બનાવવાની અપીલ કરી છે. આ સંદર્ભમાં કૃતિકાબેન દ્વારા તૈયાર કરવામાં આવેલ જળ સંરક્ષણ મોડેલની વડાપ્રધાનએ પણ નોંધ લીધી છે. આજે આ મોડેલ સમગ્ર દેશ માટે એક આદર્શ બન્યું છે અને સુરતની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું છે. પાટીલે કૃતિકાબેનને તેમની આ અભૂતપૂર્વ સફળતા બદલ શુભકામનાઓ પાઠવી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ અવસરે સુરત મહાનગર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ બિંદલ સહિત શહેરના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ટીમને પાઠવ્યા અભિનંદન


