Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Abortion Racket: જેલ ગયો છતાં ન સુધર્યો, હોસ્પિટલનું નામ બદલી ફરી શરૂ કર્યું ભ્રૂણ હત્યાનું પાપ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

Surat Abortion Racket: સુરત (Surat) ના વરાછા વિસ્તારમાં આવેલી 'મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ'માં (Hospital) ચાલતા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે (Varachha Police) આ પાખંડી કૃત્યના મુખ્ય આરોપી અને ફાર્માસિસ્ટ (Pharmacist) રામગોપાલ ખંડેલવાલની ધરપકડ કરી છે.
surat abortion racket  જેલ ગયો છતાં ન સુધર્યો  હોસ્પિટલનું નામ બદલી ફરી શરૂ કર્યું ભ્રૂણ હત્યાનું પાપ  પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ
Advertisement
  • Surat ના વરાછામાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત રેકેટનો પર્દાફાશ
  • મુખ્ય સૂત્રધાર અને ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ પોલીસ સકંજામાં
  • આરોપી અગાઉ 2025માં પણ સમાન ગુનામાં ખાઈ ચૂક્યો છે જેલની હવા
  • માત્ર રુ. 15,000 માં ઘરે જઈને ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરી આપતો હતો
  • પોલીસે હોસ્પિટલમાંથી પંચનામું કરી ઇન્જેક્શન અને તબીબી સાધનો કબજે કર્યા

Surat Abortion Racket: સુરત (Surat) ના વરાછા વિસ્તારમાં આવેલી 'મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ'માં (Hospital) ચાલતા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે (Varachha Police) આ પાખંડી કૃત્યના મુખ્ય આરોપી અને ફાર્માસિસ્ટ (Pharmacist) રામગોપાલ ખંડેલવાલની ધરપકડ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રીને મળેલી ચોક્કસ માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની (District Health Department) ટીમે દરોડા પાડીને આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

Surat ના વરાછામાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત રેકેટનો પર્દાફાશ

ગત 4 મેના રોજ લાભેશ્વર ચોકડી પાસે આવેલી આ હોસ્પિટલમાં દરોડા (Raid) પાડવામાં આવ્યા ત્યારે ત્રણ મહિલાઓ ગર્ભ પરીક્ષણ માટે ત્યાં હાજર હતી. જોકે, તે સમયે મુખ્ય આરોપી રામગોપાલ ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રામગોપાલ ખંડેલવાલ અગાઉ વર્ષ 2025માં પણ ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણના (Sex Determination) ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. અગાઉ તે 'સિવાય હોસ્પિટલ' ચલાવતો હતો, જે બંધ થયા બાદ તેણે છેલ્લા છ મહિનાથી નામ બદલીને આ ગોરખધંધો ફરી શરૂ કર્યો હતો.

Advertisement

Surat Abortion Racket-Gujarat first

Advertisement

ગેરકાયદેસર પ્રવૃત્તિ અને પોલીસ કાર્યવાહી

આરોપી માત્ર રુ.15,000 માં ગર્ભ પરીક્ષણ અથવા ગર્ભપાત (Abortion) કરાવી આપતો હતો. એટલું જ નહીં, તે મહિલાઓના ઘરે જઈને પણ આ સેવા આપતો હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં (Investigation) બહાર આવી છે. પોલીસે હોસ્પિટલમાંથી ગર્ભપાત માટે વપરાતા ઉપયોગી અને બિન-ઉપયોગી ઇન્જેક્શન (Injections) સહિતનો સામાન જપ્ત કર્યો છે. વરાછા પોલીસે PCNDT એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.

Surat Abortion Racket-Gujarat first

આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલ

છેલ્લા છ મહિનાથી હોસ્પિટલનું નામ બદલીને આ રાક્ષસી કૃત્ય (Heinous Act) ચાલતું હોવા છતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ઘોર નિંદ્રામાં હતી. જ્યારે સીધી મંત્રી કક્ષાએથી સૂચના મળી ત્યારે જ વિભાગ હરકતમાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આરોપીએ કેટલી મહિલાઓના ગર્ભપાત કર્યા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ

આ પણ વાંચો: Bhavnagar Group Clash: ખેડૂત વાસમાં સામાન્ય બાબતે હિંસક અથડામણ, 8 ઘાયલ

Tags :
Advertisement

.

×