Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat High Rise Building Fire: કરોડોના ફ્લેટમાં મોટું નુકશાન, 11 લોકોનું દિલધડક રેસ્ક્યુ

Vesu Fire Accident: સુરતના વેસુ (Vesu) ખાતે આવેલી 'જૈનમ ગ્રાન્ડ અલ્ટીમા' ઇમારતના 9માં માળે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ હાઈડ્રોલિક મશીન વડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કરોડોનું નુકશાન થયું છે, પરંતુ ટેરેસ અને ઉપરના માળથી 11 લોકોનું સફળ રેસ્ક્યુ કરાતાં મોટી જાનહાનિ ટળી છે.
surat high rise building fire  કરોડોના ફ્લેટમાં મોટું નુકશાન  11 લોકોનું દિલધડક રેસ્ક્યુ
Advertisement

સુરતની High Rise Building માં ભીષણ આગ ફાટી નીકળી
વેસુના જૈનમ ગ્રાન્ડ અલ્ટીમાના 9માં માળે ભીષણ આગ
ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
11 લોકોનું સફળ રેસ્ક્યુ કરાતાં મોટી જાનહાનિ ટળી
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

Surat High Rise Building Fire: સુરત (Surat) ના પોશ ગણાતા વેસુ (Vesu) વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી 'જૈનમ ગ્રાન્ડ અલ્ટીમા' (Jainam Grand Ultima) નામની હાઈરાઈઝ બિલ્ડિંગના 9માં માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં કરોડોની કિંમતના આ આલીશાન ફ્લેટમાં બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, ઘરમાં રહેલો કિંમતી સામાન બળી જતાં કરોડો રૂપિયાનું ભારે નુકશાન થયું છે.

Advertisement

ફાયર બ્રિગેડનો મોટો કાફલો હાઈડ્રોલિક મશીન સાથે ઘટનાસ્થળે પહોંચ્યો

ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ (Surat Fire Department) નો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ નવમા માળે હોવાને કારણે સ્થાનિક તંત્ર દ્વારા હાઈડ્રોલિક લિફ્ટ મશીન (Hydraulic Machine) ની મદદ લેવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર ફાઈટર્સની 10થી વધુ ગાડીઓ સતત કાર્યરત રહી હતી.

Advertisement

ધુમાડાના ગોટેગોટા વચ્ચે 11 લોકોનું દિલધડક રેસ્ક્યુ

આગ લાગવાના કારણે બિલ્ડિંગના ઉપરના માળ સુધી ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના લીધે ઉપર રહેતા લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 10માં માળેથી 2 લોકો અને 11માં માળેથી અન્ય 2 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જીવ બચાવવા માટે ટેરેસ (Terrace) પર દોડી ગયેલા અન્ય 7 લોકોને પણ ફાયર વિભાગે સીડી અને હાઈડ્રોલિક મશીનની મદદથી હેમખેમ નીચે ઉતાર્યા હતા. આમ, કુલ 11 લોકોના જીવ બચાવી લેવાયા હતા.

શોર્ટ સર્કિટનું પ્રાથમિક અનુમાન: મોટી જાનહાનિ ટળી

આગ કયા કારણે લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. જો કે, ફાયર અધિકારીઓના પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ (Short Circuit) ના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. સદનસીબે, ફાયર વિભાગની તત્પરતા અને સમયસરના રેસ્ક્યુ ઓપરેશનને કારણે આ ભયાનક આગની ઘટનામાં કોઈ જાનહાનિ (No Casualties) થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે.

Tags :
Advertisement

.

×