Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat માં લિફ્ટ ખોટકાતાં માંડ માંડ લોકોને બહાર કઢાયા, કાળજું કંપાવી દે તેવી ઘટના

સુરતના વેસુ સ્થિત આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લિફ્ટ બંધ પડતા 9 મહિનાના માસૂમ બાળક સહિત અનેક લોકો ફસાયા હતા. લિફ્ટમાં ગૂંગળામણને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી માત્ર 15 મિનિટમાં સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
surat માં લિફ્ટ ખોટકાતાં માંડ માંડ લોકોને બહાર કઢાયા  કાળજું કંપાવી દે તેવી ઘટના
Advertisement
  • Surat ના વેસુમાં આશીર્વાદ કોમ્પ્લેક્સની લિફ્ટ ખોટકાઈ
  • લિફ્ટ બંધ પડતા અનેક લોકો અંદર ફસાયા
  • 9 મહિનાના માસૂમ બાળક સહિત લોકો ફસાયા

Surat: સુરતના વેસુ વિસ્તાર (Vesu area) માં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં આજે અચાનક લિફ્ટ ખોટકાવાની (Lift Malfunction) ઘટના સામે આવી હતી. લિફ્ટ ચાલુ હતી ત્યારે ટેકનિકલ ખામીને કારણે તે અધવચ્ચે જ થંભી ગઈ હતી, જેના પરિણામે તેમાં સવાર અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થતાની સાથે જ અંદર રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક તંત્ર તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની

આ ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ હતી કે લિફ્ટમાં માત્ર નવ મહિનાનું માસૂમ બાળક પણ ફસાયું હતું. માસૂમ બાળકની સાથે અન્ય બાળકો અને મોટેરાઓ પણ લિફ્ટની અંદર કેદ થઈ ગયા હતા. બંધ લિફ્ટમાં વેન્ટિલેશનના અભાવે ગૂંગળામણ અનુભવાતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની હતી.  અંદર ફસાયેલા લોકોના પરિવારજનો બહાર ચિંતાતુર હતા.

Advertisement

SURAT LEFT PROBLEM_GujaratFirst (2) 22

Advertisement

ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમે સમય સૂચકતા વાપરીને અત્યાધુનિક સાધનોની મદદથી લિફ્ટના દરવાજા ખોલવાની કામગીરી શરૂ કરી હતી. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને નવ મહિનાના બાળક સહિત તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તમામ લોકો હેમખેમ બહાર આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર ટીમની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે Somnath આવશે

Tags :
Advertisement

.

×