Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સુરતમાં Vibrant Gujarat નો દબદબો, 2 દિવસમાં 2792 જેટલા MOU, શું વાઈબ્રન્ટનો સીધો ફાયદો વેપારીઓને થશે?

સુરતમાં આજે બીજા યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં 2792 MOU દ્વારા લાખોના રોકાણ અને 2.82 લાખ યુવાનોને રોજગારી મળવાની આશા બંધાઈ છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને DyCM હર્ષભાઈ સંઘવીએ ગુજરાતને આર્થિક મહાશક્તિ ગણાવ્યું હતું. MSME ક્ષેત્ર માટે 500 કરોડની લોન અને દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં નવા ઉદ્યોગો સ્થાપવાની જાહેરાત આ કોન્ફરન્સનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.
સુરતમાં vibrant gujarat નો દબદબો  2 દિવસમાં 2792 જેટલા mou  શું વાઈબ્રન્ટનો સીધો ફાયદો વેપારીઓને થશે
Advertisement
  • ગુજરાતનો 27.9 લાખ કરોડ સુધીની GDP ગ્રોથ: DyCM હર્ષભાઈ
  • દેશમાં નંબર વન રાજ્ય બનવા મુશ્કેલીઓ આવી: DyCM હર્ષભાઈ
  • ડાયલોગ,ડિસ્કશન અને રોકાણની શરૂવાત થઈ: કેન્દ્રિય મંત્રી જે.પી.નડ્ડા
  • મિલ્ક ઇન્ડસ્ટ્રીઝમાં 1 લાખ કરોડનું ટર્ન ઓવર: જગદીશભાઈ વિશ્વકર્મા

Surat Vibrant Gujarat Regional Conference: સુરત ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપ પ્રદેશ  અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.  નાયબ મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર બે દિવસમાં કુલ 2792 જેટલા MOU થયા છે. જ્યારે MSME કંપનીઓ માટે 500 કરોડની લોન મંજૂર (Loan Sanction) કરવામાં આવી છે, જે નાના ઉદ્યોગ સાહસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ કોન્ફરન્સમાં 27 દેશોના પ્રતિનિધિઓ અને 300 થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાના પ્રેઝન્ટેશન રજૂ કરીને ગુજરાતમાં રોકાણની ઈચ્છા વ્યક્ત કરી છે.

કૃષિથી મેડિકલ ટુરિઝમ સુધીની સફર

ઉપસ્થિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) એ તેમના સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં જે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી, તેની અભૂતપૂર્વ સફળતા (Success Story) આજે જોવા મળી રહી છે. ગુજરાત અનેક ભૌગોલિક અને આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈને આજે દેશના બજારોમાં અગ્રેસર બન્યું છે. પહેલા દેશ માત્ર કૃષિ (Agriculture) પર નિર્ભર હતો, પરંતુ આજે ગુજરાત મિલ્ક ઇન્ડસ્ટ્રીઝમાં 1 લાખ કરોડનું ટર્નઓવર (Turnover) ધરાવે છે. ઉપરાંત રાજ્ય મેડિકલ ટુરિઝમ (Medical Tourism) ક્ષેત્રે પણ વિશ્વ સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહ્યું છે, જે 2003 થી 2026 સુધીની અવિરત વિકાસ યાત્રા દર્શાવે છે.

Advertisement

Advertisement

ભારતને આર્થિક મહાશક્તિ બનાવવામાં ગુજરાતનું યોગદાન

કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા (J.P. Nadda) એ સુરત ખાતેથી વિશ્વાસ વ્યક્ત કર્યો કે વાયબ્રન્ટ ગુજરાત થકી ભારત આગામી સમયમાં વિશ્વની આર્થિક મહાશક્તિ (Economic Superpower) બનવા તરફ મક્કમ ડગલાં ભરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં શરૂ થયેલી ડાયલોગ, ડિસ્કશન અને રોકાણની  સંસ્કૃતિ હવે ભારતના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની છે. વર્ષ 2003માં અમદાવાદથી શરૂ થયેલી આ સફર આજે ગુજરાતને વૈશ્વિક ફલક પર એક નવી ઓળખ અપાવી રહી છે. આ કોન્ફરન્સ માત્ર રોકાણ માટે જ નહીં, પરંતુ વિચારોના આદાન-પ્રદાન માટેનું એક મજબૂત માધ્યમ સાબિત થઈ છે, જેનાથી રાજ્ય મોટી આર્થિક છલાંગ લગાવવા તૈયાર છે.

GDP ગ્રોથ અને લાખો યુવાનો માટે રોજગારીની તકો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) એ કોન્ફરન્સના ડેટા રજૂ કરતા જણાવ્યું કે ગુજરાતનો GDP ગ્રોથ આજે 27.9 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. બે દિવસની આ કોન્ફરન્સમાં કુલ 2792 જેટલા MOU થયા છે, જેમાંથી એકલા દક્ષિણ ગુજરાતમાં 3.53 કરોડના કરાર થયા છે. આ રોકાણના પરિણામે રાજ્યના 2.82 લાખ યુવાનોને સીધી રોજગારી (Employment) પ્રાપ્ત થશે.

ખાસ કરીને ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જેવા આદિવાસી વિસ્તારોમાં નવી ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવાનું આયોજન છે. વાયબ્રન્ટ ગુજરાતનો આ સીધો ફાયદો નાના વેપારીઓ અને સ્થાનિક અર્થતંત્રને (Local Economy) મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચોઃ ચીન, અમેરિકા કરતાં વધુ પાણી આપણે ઉલેચીએ છીએ: જળશક્તિ મંત્રી C.R. Paatil

Tags :
Advertisement

.

×