Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ચીન, અમેરિકા કરતાં વધુ પાણી આપણે ઉલેચીએ છીએ: જળશક્તિ મંત્રી C.R. Paatil

સુરતમાં વાયબ્રન્ટ રિઝનલ કોન્ફરન્સમાં સી.આર.પાટીલે ગુજરાતના વિકાસમાં વાયબ્રન્ટ સમિટના ફાળાને બિરદાવ્યો હતો. તેમણે ઉદ્યોગોને ભૂગર્ભ જળને બદલે સરફેસ વોટર વાપરવા વિનંતી કરી અને સુરતના 50 વર્ષના પાણીના આયોજનની માહિતી આપી હતી. આ સાથે તેમણે પૂર અને પ્લેગ જેવી આફતો સામે સુરતીઓના લડાયક મિજાજ અને આત્મનિર્ભરતાના પણ વખાણ કર્યા હતા.
ચીન  અમેરિકા કરતાં વધુ પાણી આપણે ઉલેચીએ છીએ  જળશક્તિ મંત્રી c r  paatil
Advertisement
  • વાયબ્રન્ટ રિઝનલ કોન્ફરન્સમાં જળશક્તિ મંત્રી C.R. Paatil  નું સંબોધન
  • આફત બાદ સુરતીઓ જાતે જ ઉભા થઈ જાય છેઃ સી.આર.પાટીલ
  • વાયબ્રન્ટ ગુજરાત દેશ માટે નવો શબ્દ નથીઃ મંત્રી સી.આર.પાટીલ

જળશક્તિ મંત્રી C.R. Paatil: ગુજરાત સરકાર દ્વારા સુરત (Surat) ના આંગણે વાયબ્રન્ટ રિઝનલ કોન્ફરન્સનું (Regional Conference) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને સુરતના હીરા તથા ટેક્સટાઈલ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ત્યારે રિઝનલ કોન્ફરન્સમાં (Regional Conference) કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, 'વાયબ્રન્ટ ગુજરાત' એ હવે દેશ માટે નવો શબ્દ નથી. આ સમિટનો ગુજરાતના સર્વાંગી વિકાસમાં (Development) સિંહફાળો રહ્યો છે. ગુજરાતની આ સફળતાને જોઈને હવે અન્ય રાજ્યો પણ આ મોડેલનું અનુસરણ (Follow) કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હંમેશા ઉદ્યોગકારોની પડખે રહી છે અને રાજ્યની પ્રગતિમાં ઉદ્યોગોના યોગદાનને મહત્વ આપ્યું છે.

વધુ પડતાં પાણીના ઉપયોગથી ચિંતા!

મંત્રી સી.આર.પાટીલે ઉદ્યોગો માટે પાણીની અનિવાર્યતા પર ધ્યાન દોરતા કહ્યું કે, ઉદ્યોગોના વિકાસ માટે પાણી અત્યંત જરૂરી (Essential) છે. જોકે, તેમણે એક ચિંતાજનક વિષય તરફ ધ્યાન દોરતા કહ્યું આપણે અત્યારે ચીન અને અમેરિકા કરતાં પણ વધુ પાણી ઉલેચીએ છીએ. તેમણે ઉદ્યોગકારોને નમ્ર અપીલ (Appeal) કરી હતી કે ઉદ્યોગોએ જમીનમાંથી પાણી ખેંચવાનું ઘટાડવું જોઈએ અને બને તેટલું 'સરફેસ વોટર' (Surface Water) નો જ ઉપયોગ કરવો જોઈએ. સરકાર ઉદ્યોગોને પૂરતું પાણી પૂરું પાડવા કટિબદ્ધ છે.

Advertisement

Advertisement

સુરતનું દીર્ઘદ્રષ્ટીભર્યું આયોજન

પાણીના ભવિષ્યના આયોજન વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં આગામી 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પાણીનું આયોજન (Planning) કરી લેવામાં આવ્યું છે. સુરતની કાર્યક્ષમતા અને અગમચેતી અન્ય શહેરો માટે ઉદાહરણરૂપ છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓને કારણે જ આજે અનેક નવા પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં આર્થિક ક્રાંતિ લાવશે.

સુરતીઓનો ખુમારીભર્યો સ્વભાવ

અંતમાં તેમણે સુરતના ઈતિહાસ અને સુરતીઓના ખમીરને બિરદાવતા કહ્યું કે, જ્યારે શહેરમાં પ્લેગ અને પૂર જેવી મોટી આફતો આવી, ત્યારે પણ સુરતીઓએ ક્યારેય કોઈની સામે મદદ માટે હાથ લાંબો કર્યો નથી. સુરતની જનતામાં એક અદભૂત જુસ્સો છે કે તેઓ કોઈપણ મુસીબત બાદ પોતાની મહેનતથી ફરી બેઠા થઈ જાય છે. સુરતીઓની આ જ લડાયક વૃત્તિ અને ઉદ્યોગસાહસિકતા સુરતને વિશ્વના નકશા પર અગ્રેસર રાખે છે.

આ પણ વાંચોઃ Gujarat ના 5 જિલ્લાઓમાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, CM ની મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×