Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરાયું, સુરતમાં ઉદ્યોગો અને વિકાસનો મહાસંગમ રચાશે

Surat : સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે હર્ષભાઈ સંઘવી હાજર રહ્યાં હતા અને 1 મે 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ VGRCના માધ્યમથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના 16 જિલ્લાની ઔધોગિક ક્ષમતાને વૈશ્વિક ફલક પર પહોચાડશે. આ કોન્ફરન્સના માધ્યમથી સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને સીધા વિદેશી ખરીદારો જોડે જોડવામાં આવશે.
surat   વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરાયું  સુરતમાં ઉદ્યોગો અને વિકાસનો મહાસંગમ રચાશે
Advertisement
  • Surat માં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ
  • વિવિધ ક્ષેત્રોની તકો અને પડકારો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થશે
  • 16 ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક અલગ પર પહોંચાડવામાં આવશે
  • રોકાણોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રજૂ કરાશે
  • સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને સીધા વિદેશી ખરીદારો જોડે જોડવામાં આવશે

Surat : રાજ્ય સરકાર ટ્રાઈબલ જિલ્લાઓમાં મહિલાઓને રોજગારી (employement) મળે તે માટે ખાસ પ્રયત્ન કરી રહી છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવેલા સૂચનોમાંથી 7 મુદ્દાઓનો નિકાલ થઈ ગયો છે. સુરત,ભરૂચ,ડાંગ,નવસારી,તાપી,વલસાડ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ,આણંદ,છોટાઉદેપુર,દાહોદ,ગાંધીનગર,ખેડા,મહીસાગર,નર્મદા,પંચમહાલ, વડોદરા મળી 16 ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક અલગ પર પહોંચાડવામાં આવશે. રસાયણ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ અને જેમ્સ જ્વેલરી, ગ્રીન એનર્જી ઇકો સિસ્ટમ,ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને it તથા નાના અને મધ્યમ ઉદ્યોગોને (industry) પ્લેટફોર્મ પૂરું પડાશે.

રોકાણોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રજૂ કરાશે

કોન્ફરન્સની પ્રાદેશિક પ્રદર્શન,વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલની મીટ દ્વારા સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને સીધા વિદેશી ખરીદારો જોડે જોડવામાં આવશે અને વિવિધ ક્ષેત્રોની તકો અને પડકારો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થશે અને આ ચૂંટણીમાં કોંગ્રેસના પરિણામો અને થયેલા રોકાણોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રજૂ કરાશે.

Advertisement

Surat  વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં હર્ષભાઈ સંઘવીનું સંબોધન

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, MSME સહિત નાના અને મોટા ઉદ્યોગકારોને રાજ્ય સરકાર તરફથી 11029 ઉદ્યોગના લાભાર્થીઓને 1349 કરોડનું ઇન્સેન્ટિવ ઇ માધ્યમથી આપવામાં આવ્યું, છે.મુખ્યમંત્રીનો આગ્રહ હોય છે કે કોઈ પણ ધક્કા વગર લોકોની કામગીરી કઈ રીતે થઈ શકે અને ઇન્સ્ટેન્ટિવ ઝડપથી મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યો છે અને પ્રયાસમાં સહયોગ આપશો તો 100 ટકા કામગીરી થશે, અને ઉદ્યોગના લોકો પાસેથી સહયોગની અપેક્ષા છે. પોતે તમે સિસ્ટમની એરર ના કરો,પછી ધક્કા ખાવાનો વારો નહી આવે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

દરરોજ કંઈક નવું શીખવાનું સરકાર આયોજન કરતી હોય છે

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં કહ્યું કે,આવનારા સમયમાં તમારે કોઈની ભલામણ ન કરવી પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે ઇન્સેન્ટિવ તમારા ખાતામાં ઝડપથી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. કામગીરી માં એરર રાખો તો જ ધક્કા ખાવા પડે અને ઈન્ડસ્ટ્રીઝના સ્ટેક હોલ્ડર દ્વારા જે સૂચનો આવશે તે દિશામાં સરકાર આગળ વધશે. આપણા દેશમાં અને ગુજરાતમાં સૌથી મોટી ગારમેન્ટ સેક્ટરમાં તક રહેલી છે અને આ એક મોટી તક છે. નાની નાની ભૂલો નીકળવાના બદલે તકલીફનું સોલ્યુશન કઇ રીતે લાવી શકીએ તે દિશામાં આગળ વધવાનું છે. આપણા રાજ્યમાં વધુમાં વધુ ઉદ્યોગો આવે તે માટેના પ્રયાસ આપણા રાજ્યમાં વધુ વસ્તુની વ્યવસ્થા અન્ય રાજ્યમાં બે ટકા ઇન્સેન્ટિવ આપે તેના લોભમાં આપણે શી માટે અન્ય રાજ્યમાં જવું ?

ગારમેન્ટ સેક્ટરમાં ગુજરાત આવનારા સમયમાં મોટું લીડર તરીકે ઉભરાશે

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં કહ્યું કે, અનેક ઇન્વાયરીઓ આવી રહી છે અને ટ્રાઈબલ ડિસ્ટ્રીક્ટની અંદર મહિલાઓને રોજગારી આપી શકાય તે માટેના પ્રયાસ સરકાર કરી રહી છે. ત્રણ ચાર માસની અંદર જે સૂચનો આપ્યા હતા તેમાં 7 વિષયોનો નિકાલ કરી શક્યા છે.જ્યારે 18 જેટલા વિષયો પર હાલ ચર્ચ્યા ચાલી રહી છે. ગાંધીનગર સુધી લોકોને ધક્કા ન ખાવા પડે તે માટેની વ્યવસ્થા આપણે અહીં કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar : વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ અંગે મળી બેઠક

Tags :
Advertisement

.

×