Surat: "છૂટાછેડામાં પૈસા લેવા એ ખરાબ બાબત" સાંસદના નિવેદનને કોણે કોણે આપ્યું સમર્થન?
- Surat: સાંસદ પુરષોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે દિનેશભાઈ બાંભણિયાનું નિવેદન
- અલ્પેશભાઈ કથિરીયા પણ આપી પોતાની પ્રતિક્રિયા
- સુરતમાં સાંસદે તીખું અને વિચારપ્રેરક નિવેદન આપ્યું હતુ
Surat: ગુજરાતના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે પોતાના બેબાક અંદાજ માટે જાણીતા સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા (Parshottambhai Rupala) એ ફરી એકવાર ચર્ચાનો મધપૂડો છંછેડ્યો છે. સુરત ખાતે 15 જાન્યુઆરીએ આયોજિત 'સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ'ના એક જાહેર કાર્યક્રમમાં સાંસદે સમાજની અંદર ઘર કરી ગયેલા દૂષણો પર આકરા પ્રહાર કર્યા હતા. ખાસ કરીને છૂટાછેડા (Divorce)ના કિસ્સાઓમાં થતી પૈસાની લેતી-દેતી અને સામાજિક દેખાડા પર તેમણે કરેલી ટિપ્પણી બાદ હવે સામાજિક અગ્રણીઓ દિનેશભાઈ બાંભણિયા (Dineshbhai Bambhania) અને અલ્પેશભાઈ કથિરીયા (Alpeshbhai Kathiria) એ પણ તેમને ટેકો જાહેર કર્યો છે.
Surat: તેજ અને તીખું નિવેદન
Surat : સાંસદ Parshottam Rupalaનું તીખું અને વિચારપ્રેરક નિવેદન | Gujarat First
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં હાજરી
જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર
“સમાજના કાર્યક્રમોમાં નેતા બોલે ત્યારે સભા ખાલી થાય”
છૂટાછેડા બાદ પૈસા ગણવાની માનસિકતા પર કડક ટીકા… pic.twitter.com/YyBnMY4hf9— Gujarat First (@GujaratFirst) January 17, 2026
સુરત (Surat) ના મંચ પરથી બોલતા પરષોત્તમભાઈ રૂપાલા (Parshottambhai Rupala) એ કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર સમાજના શ્રેષ્ઠીઓને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, "જ્યારે સમાજના કાર્યક્રમોમાં કોઈ નેતા બોલવા ઊભા થાય ત્યારે સભા ખાલી થવા લાગે છે, તે ગંભીર બાબત છે." પરંતુ તેમનો સૌથી મોટો પ્રહાર છૂટાછેડાની પ્રક્રિયા પર હતો. તેમણે અત્યંત વ્યથિત હૈયે જણાવ્યું કે, "આજકાલ છૂટાછેડા થવા અને ત્યારબાદ દીકરીના પિતા પૈસા ગણવા બેસે તે અત્યંત શરમજનક અને ખરાબ બાબત છે." તેમણે સ્પષ્ટ કર્યું કે સમાજે હવે આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ.
Surat: દિનેશભાઈ બાંભણિયાનું સમર્થન: "સત્ય હંમેશા કડવું હોય છે"
સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાના આ નિવેદન બાદ પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રૂપાલા સાહેબે જે કહ્યું છે તે સમાજ માટે સાચી અને સત્ય હકીકત છે. તેમણે ઉમેર્યું કે, "સમાજના બંધારણમાં હવે બદલાવ લાવવો ખૂબ જ જરૂરી બની ગયો છે. છૂટાછેડા થવા એ પોતે જ એક દુઃખદ ઘટના છે, અને તેમાં પણ જો પૈસાનો વ્યવહાર મુખ્ય બની જાય તો તે નૈતિક પતન છે." છૂટાછેડામાં પૈસા લેવા એ ખરાબ બાબત છે.
અલ્પેશભાઈ કથિરીયાની પ્રતિક્રિયા: "21મી સદીના બંધારણની જરૂર"
Parshottambhai Rupala ના નિવેદનને લઈને Alpesh Kathiriyaની પ્રતિક્રિયા | Gujarat First
પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને અલ્પેશ કથિરીયાની પ્રતિક્રિયા
"છૂટાછેડા બાદ દીકરીના પિતા પૈસા ગણવા બેસે તે શરમજકન"
"બે પાત્રો છૂટા થાય છે ત્યારે આ રીતની માગણીથી પરિવાર દુઃખી"
"21મી સદીને… pic.twitter.com/6tnQkATdbg— Gujarat First (@GujaratFirst) January 17, 2026
યુવા નેતા અલ્પેશભાઈ કથિરીયાએ પણ સાંસદના સૂરમાં સૂર પુરાવતા કહ્યું કે, જ્યારે બે પાત્રો અલગ થાય છે ત્યારે આખું પરિવાર માનસિક રીતે ભાંગી પડતું હોય છે. આવા સમયે જો પૈસાની માંગણી કરવામાં આવે તો તે પરિવાર માટે વધુ પીડાદાયક બને છે. કથિરીયાએ જણાવ્યું કે, "આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, ત્યારે જૂના અને રૂઢિચુસ્ત નિયમોને સ્થાને આધુનિક સમયને સુસંગત સામાજિક બંધારણ રચવું જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું કે લગ્ન કે અન્ય પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા જોઈએ, જેથી મધ્યમ વર્ગ પર આર્થિક બોજ ન વધે.
આ પણ વાંચોઃ Surat: MP Parshottam Rupala એ જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને કરી આકરી ટકોર


