Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat: શહેરમાં મહિલા પેસેન્જરે BRTSના ડ્રાઈવર પર કર્યો હુમલો, જુઓ Video

Surat: સુરતમાં મહિલા પેસેન્જરે BRTSના ડ્રાઈવર પર હુમલો કર્યો છે. જેમાં હુમલામાં ડ્રાઈવર ઇકબાલ શેખને માથાના ભાગે ઇજા થઇ છે. હુમલાની સમગ્ર ઘટના બસના CCTV કેમેરામાં કેદ થઇ છે. સ્ટોપેજને લઈ મહિલા અને ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બસ ઊભી નહી રાખતા હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તથા મહિલા પેસેન્જર સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે.
surat  શહેરમાં મહિલા પેસેન્જરે brtsના ડ્રાઈવર પર કર્યો હુમલો  જુઓ video
Advertisement
  • Surat: હુમલામાં ડ્રાઈવર ઇકબાલ શેખને માથાના ભાગે ઇજા
  • હુમલાની સમગ્ર ઘટના બસના CCTV કેમેરામાં કેદ
  • સ્ટોપેજને લઈ મહિલા અને ડ્રાઈવર વચ્ચે થઈ હતી માથાકૂટ

Surat: સુરતમાં મહિલા પેસેન્જરે BRTSના ડ્રાઈવર પર હુમલો કર્યો છે. જેમાં હુમલામાં ડ્રાઈવર ઇકબાલ શેખને માથાના ભાગે ઇજા થઇ છે. હુમલાની સમગ્ર ઘટના બસના CCTV કેમેરામાં કેદ થઇ છે. સ્ટોપેજને લઈ મહિલા અને ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બસ ઊભી નહી રાખતા હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તથા મહિલા પેસેન્જર સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે.

મહિલા નીચે ઉતરવાને બદલે ડ્રાઇવરની કેબિનમાં ઘસી ગઈ

ઘટનામાં વાય-જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી BRTS બસમાં એક મહિલા સવાર હતી. વાય-જંકશનથી બસ નીકળ્યા બાદ મહિલાએ ડ્રાઇવરને સ્ટોપ વગર અધવચ્ચે બસ ઉભી રાખવા દબાણ કર્યું હતું. ડ્રાઇવરે નિયમ મુજબ જણાવ્યું કે "આગળ સ્ટોપ નથી, તેથી બસ ઉભી રહી શકે નહીં." આ સાંભળતા જ મહિલા ગુસ્સે ભરાઈ હતી. બસ જ્યારે જે.એચ. અંબાણી સ્કૂલ પાસેના સ્ટોપ પર પહોંચી, ત્યારે મહિલા નીચે ઉતરવાને બદલે ડ્રાઇવરની કેબિનમાં ઘસી ગઈ હતી.

Advertisement

Advertisement

Surat: મહિલાએ ડ્રાઇવરનો કોલર પકડી બિભત્સ ગાળાગાળી કરી

મહિલાએ ડ્રાઇવરનો કોલર પકડી બિભત્સ ગાળાગાળી કરી હતી અને પોતાના હાથમાં રહેલા મોબાઈલ વડે ડ્રાઇવરના માથા પર જોરદાર પ્રહાર કર્યો હતો. હુમલાને કારણે ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. આ હિંસક હુમલાના દ્રશ્યો બસના સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં મહિલાની શરમજનક દાદાગીરી સ્પષ્ટ દેખાય છે. ભોગ બનનાર ડ્રાઇવરે આ મામલે મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: Ahmedabad Accident: વૈષ્ણદેવી સર્કલ પાસે ST બસ-કાર વચ્ચે અકસ્માત, ફોર્ચ્યુંનર પડીકુ થઇ

Tags :
Advertisement

.

×