Surat માં વર્ક ઓર્ડરના નામે કરોડોની છેતરપિંડી, બે શખ્સની ધરપકડ, જાણો મામલો
- Surat માં પશ્ચિમ બંગાળમાં વર્ક ઓર્ડરના નામે છેતરપિંડી
- શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત બેની ધરપકડ
- બૂટ-મોજાના વર્ક ઓર્ડર અપાવવા કરી મોટી ઠગાઈ
Surat Fraud case: સુરતમાંથી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. એક જૂતા ઉત્પાદક (Shoes Manufacturer) વેપારીને પશ્ચિમ બંગાળ સરકાર વતી બૂટ-મોજાના સપ્લાય માટે મોટો ઓર્ડર અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ વિશ્વાસ જીતવા માટે રૂપિયા 36 કરોડનો નકલી વર્ક ઓર્ડર (Work Order) રજૂ કર્યો હતો. આ સોદો પાકો કરવાના નામે વેપારી પાસેથી એડવાન્સ કમિશન પેટે રૂપિયા 6.9 કરોડની મોટી રકમ પડાવી લેવામાં આવી હતી. જ્યારે લાંબા સમય સુધી પેમેન્ટ ન આવ્યું ત્યારે વેપારીને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
Surat Fraud case: શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનરની સંડોવણી
આ ગુનામાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર કિશોર વાઘેલા અને તેની સાથીદાર સિમીની સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. ઈકો સેલની (Eco Cell) પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આવો કોઈ ઓર્ડર આપવામાં જ આવ્યો નહોતો. સત્તાવાર તપાસમાં સામે આવ્યું કે લેટરપેડ અને સિક્કાઓનો દુરુપયોગ કરીને આખું કૌભાંડ (Scam) રચવામાં આવ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
તપાસનો ધમધમાટ અને આગામી કાર્યવાહી
આ આંતરરાજ્ય છેતરપિંડીના તાર પશ્ચિમ બંગાળ સુધી જોડાયેલા હોવાથી સુરત પોલીસની એક વિશેષ ટીમ તપાસ માટે બંગાળ રવાના થશે. પોલીસ એ શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે આ રેકેટમાં (Racket) અન્ય કોઈ સરકારી અધિકારી કે વચેટિયાઓ સામેલ છે કે કેમ. બનાવટી દસ્તાવેજો ક્યાં તૈયાર કરવામાં આવ્યા અને પડાવેલી રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Baskantha: પાલનપુરમાં પતિએ પત્નીને પતાવી, તો હડાદમાં કાકાએ ભત્રીજાનો ખેલ ખતમ કર્યો!


