Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 'સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર' કાર્યક્રમ યોજાયો

સંસ્કૃતિનું જતન કરનારા 8 અલગ-અલગ પ્રતિભાઓને પુરસ્કાર... સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર
surat   cm ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં  સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર  કાર્યક્રમ યોજાયો
Advertisement
  1. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલમાં 'યોદ્ધા પુરસ્કાર' કાર્યક્રમ યોજાયો
  2. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
  3. સંસ્કૃતિનું જતન કરનારા 8 અલગ-અલગ પ્રતિભાઓને પુરસ્કાર અને પ્રશંસા પત્ર અપાયા

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં (Veer Narmad South Gujarat University) કન્વેન્શન હોલમાં યોજાયેલા "સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર" કાર્યક્રમ અંતર્ગત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં વરદ હસ્તે સંસ્કૃતિનું જતન કરનારા 8 અલગ-અલગ પ્રતિભાઓને પુરસ્કાર અને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પ્રતિભાવોની કાર્યશૈલીને બિરદાવતાં જણાવ્યું હતું કે, આપણા સૌ પર સોશિયલ મીડિયાનો પ્રભાવ છે, જેમાંથી આપને સૌએ બહાર આવવું જોઈએ. સારા કાર્યોની રીલ બનાવી મૂકવી જોઈએ. યુદ્ધ પણ લડીએ અને જાગૃતિ પણ લાવવી જોઈએ.

આ પણ વાંચો - Surat : છેતરપિંડી કેસમાં છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો

Advertisement

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં (Surat) કન્વેન્શન હોલમાં "સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર" કાર્યક્રમનું (Yoddha Puraskar) આયોજન સેવ કલ્ચર સેવ નેશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં, સાંસદ મુકેશ દલાલ, આ પ્રભુ વસાવા, વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલ, સુરત મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી, પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમમાં સંસ્કૃતિનું જતન કરનારા અને દુષ્કર્મ પીડિતાને આશરો આપનાર સુરતનાં નામી મહિલા વકીલ પ્રતિભા દેસાઈ, શાળા ક્રાંતિનાં અગ્રદૂત કેશવભાઈ ગોટી,પરિવાર સંવર્ધક ગીતાબેન શ્રોફ, સંસ્કાર જાગરણ દાતા સાબર પ્રસાદ બુધિયા, સંસ્કૃતિ રક્ષિતા કોમલબેન સાવલિયા, યુવા જાગરણનાં પ્રહરી તરુણ મિશ્રા, ભારતીય ફેશન ડિઝાઇનિંગ આઈકોન સુધા કાકડીયા નાકરાણી, મર્યાદા પાલનનાં પ્રેરક નંદકિશોર શર્માને પુરસ્કાર અને પ્રશંસા પત્ર એનાયત કરાયા હતા. આ પ્રતિભાઓને પુરસ્કાર અને પ્રશંસાપત્ર એનાયત કરી તેઓની કામગીરીની પણ મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.

Advertisement

ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમો ઉપસ્થિત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિનું જતન કરનારા લોકોનું સન્માન એ ખૂબ મોટો પ્રસંગ છે. સામાન્ય રીતે સંસ્કૃતિની વાત આજનાં જમાનામાં કોઈનાં પરિવારનાં વડીલ અને પરિવાર જોડે બેઠા હોય ત્યારે સંસ્કારની વાત કરે ત્યારે આજનાં યુવાનો માટે આ વાત બોરિંગ હોય છે. આ લાગણી કોઈ પણ પરિવારમાં અનુભૂતિ ચોક્કસથી થઈ હશે. વેસ્ટર્ન કલ્ચરને આપણે ખૂબ ઝડપથી અપનાવી રહ્યા છે, જેના કારણે આવા પ્રશ્નો હવે સામાન્ય થઈ ગયા છે. બાળકને જોર જબરદસ્તીથી નહીં સમજણપૂર્વક સમજાવવામાં આવે તો સાચી દિશામાં જશે. પહેલાના સમયમાં શિક્ષકોની ઝાપટ અને લાકડી લોકોને સાચી દિશામાં લઈ જવામાં શિક્ષા આપવામાં આવતી હતી. પરંતુ, ધીરે-ધીરે સમયમાં બદલાવ આવ્યો છે.

વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોક્સોનો નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં 18 વર્ષથી નીચેની બાળકી પ્રેમપ્રકરણમાં જતી રહે છે તો પણ પોક્સોની કલમનો ઉમેરો થાય છે. આવા કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે, જેમાં આવી ઘટનાઓ પાછળ મોબાઈલ અને ફિલ્મો મૂળ કારણ જવાબદાર હોય છે. સમાજમાં કોના પર વિશ્વાસ કરવો તે દુવિધા છે. ઝઘડિયા કેસ (Bharuch) મામલે નિવેદન આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ કેસમાં ઝડપથી ચાર્જશીટ કરી આરોપીને કડક સજા અપાવવવા પ્રયાસ ચાલુ છે. સમાજમાં ક્યાં પ્રકારે અને કેવા લોકો જોડે સંબંધ રાખવો, તેની સમજણ સમાજે આપવી જોઈએ. આવા કાર્યક્રમો થકી એક જીવનને બચાવી શકીએ તો તે સરકારની જીત હશે.

આ પણ વાંચો - Bharuch : ઝઘડિયા દુષ્કર્મ મામલે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી આ વાત

રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, આ કોઈ રાજકીય પોઇન્ટ મેળવવા કાર્યક્રમ નથી કરવામાં આવી રહ્યો. સમાજ જીવનને ઉપયોગી માટે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આપણા સમાજમાં બદલાવ લાવવા યોદ્ધાઓ કામ કરી રહ્યા છે. નાના-મોટા લોકોનું સન્માન કરવામાં આવશે તો સમાજ જીવનમાં ચોકસ બદલાવ આવશે. તેમણે કહ્યું કે, આપનાં રાજ્યમાં વૃદ્ધાશ્રમની અંદર વડીલોની સંખ્યા વધવી ન જોઈએ. જે પરિવારમાં દાદા-દાદી હોય ત્યાં બાળકોને સંસ્કારોની જરૂર નથી. દાદા-દાદીથી મોટી કોઈ યુનિવર્સિટી નથી. જે લોકો માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે તેવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. તેવા લોકો જોડે કોઈ પણ વ્યવહાર ન કરવો જોઈએ અને ત્યારબાદ જુવો સમાજમાં કેવો બદલાવ આવે છે.

કાર્યક્રમમાં ઉપસ્થિતિ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિ કેટલો મોટો બદલાવ લાવી શકે તે આપણે જોયું છે. PM મોદીના (PM Narendra Modi) આવ્યા બાદ દેશની પ્રગૃતિમાં ગતિ આવી છે. આજે અન્ય દેશની નજર ભારત પર છે. નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી છે. અહીં બેઠેલા યુવાઓને પુરસ્કારમાં 1 લાખ જોઈતા નથી પણ પુરસ્કારથી તેમણે કરેલા કામો સમાજ સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે. આપણી સારી કામગીરી રીલ તરીકે મૂકવી જોઈએ. આપણે એક્ટિવ થવું પડશે. જો કે, સોશિયલ મીડિયાનો પ્રભાવ આપણા પર છે. જે પ્રભાવમાંથી બહાર આવવાનો પ્રયાસ કરવો જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે, તેને જોતા વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવાનું છે. યુદ્ધ પણ લડીએ અને જાગૃતિ પણ લાવીએ.

અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો - CR પાટીલના કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહાર! કહ્યું - કોંગ્રેસનાં અસ્તિત્વ..!

Tags :
Advertisement

.

×