Surat ના ઉદ્યોગ જગતમાં ફફડાટ, લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રુપ પર IT ના દરોડા
- સુરત (Surat) માં ઇન્કમટેક્સ (Income Tax Department) નું મેગા ઓપરેશન શરૂ
- જાણીતા ઉદ્યોગકારના અનેક સ્થળો પર IT દરોડા
- ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરાને ત્યાં દરોડા
- ડાયમંડ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે 30થી વધુ સ્થળો પર તપાસ
- સુરત અને મુંબઈમાં ITની ટીમોએ સર્વે શરૂ કર્યો
Surat: ડાયમંડ સિટી સુરતમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગે (Income Tax Department) લાલ આંખ કરી છે. સુરત આઈટી વિભાગની DDI વિંગે શહેરના ટોચના ઉદ્યોગપતિઓના રહેણાંક અને વ્યાપારિક સ્થળો પર એકસાથે દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેના કારણે સમગ્ર વેપારી આલમમાં ભારે સન્નાટો અને ફફડાટ વ્યાપી ગયો છે.
સુરત (Surat) માં બે મોટા જૂથો અને તેમના ભાગીદારોને સકંજામાં લીધા
આઈટી વિભાગના મોટા કાફલાએ મુખ્યત્વે બે મોટા જૂથો અને તેમના ભાગીદારોને સકંજામાં લીધા છે:
લક્ષ્મી ડાયમંડ: જાણીતા હીરા ઉદ્યોગપતિ ધીરુ ગજેરાના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
મહાકાલ ગ્રુપ: રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા અનિલ બગદાણા તથા તેમના ભાગીદારો તરુણ ભગત અને પ્રવિણ ભૂતને ત્યાં પણ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો છે.
કરોડોના બેનામી વ્યવહારોની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડામાં ઉદ્યોગપતિઓના વિવિધ પ્રોજેક્ટ્સ, ઓફિસો અને અંગત રહેણાંક મકાનો સહિત અનેક સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને કરોડોના બેનામી વ્યવહારો મળી આવવાની શક્યતા છે.
આ મેગા સર્ચ ઓપરેશનને પગલે સુરતના રિયલ એસ્ટેટ અને ડાયમંડ માર્કેટમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. મોડી સાંજ સુધીમાં આ દરોડામાં કેટલું 'બેનામી નાણું' પકડાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Vadodara: ગુનેગારો બેફામ! પોલીસ સ્ટેશન સામે જ ખૂની ખેલ, યુવકની કરપીણ હત્યા


