Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સગીરાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો, ગર્ભ રહી જતાં ત્યજી દેવાઈ

સુરતના (Surat) કતારગામ વિસ્તારમાં 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી ત્યજી દેવાની ઘટના સામે આવી છે. જેમાં ચોકબજાર પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.પરિચય કેળવી લગ્નનું વચન આપ્યુંકતારગામ વિસ્તારની એક સગીરવયની યુવકતીને દોઢ વર્ષ પહેલાં ઘર પાસે આવેલી ફર્નિચરની દુકાનમાં કામ કરતા મહાવીર રામજી ગૌતમ જે મૂળ ઉત્તરપ્રદેશનો વતન
સગીરાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો  ગર્ભ રહી જતાં ત્યજી દેવાઈ
Advertisement
સુરતના (Surat) કતારગામ વિસ્તારમાં 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી ત્યજી દેવાની ઘટના સામે આવી છે. જેમાં ચોકબજાર પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.
પરિચય કેળવી લગ્નનું વચન આપ્યું
કતારગામ વિસ્તારની એક સગીરવયની યુવકતીને દોઢ વર્ષ પહેલાં ઘર પાસે આવેલી ફર્નિચરની દુકાનમાં કામ કરતા મહાવીર રામજી ગૌતમ જે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે તેની સાથે પરિચય થયો હતો. એક વર્ષ અગાઉ કિશોરી અમરોલી વિસ્તારના હીરાના કારખાનામાં કામ કરતી હતી અને માર્ચ 2022માં મહાવીરે કિશોરીને કોઝવે ખાતે ડી-માર્ટની બાજુમાં સિલ્વર સ્ટોનમાં આવેલા કોફી કાફેમાં બોલાવી હતી. અહીં લગ્નની લાલચ આપી વાતોમાં ભોળવી દુષ્કર્મ (Rape) આચર્યુ હતુ ત્યારબાદ કતારગામના ધોળકિયા ગાર્ડન પાસે મળવા બોલાવી બદકામ કર્યુ હતુ.ટ
પોલીસ ફરિયાદ થઈ
સગીરાની ગત 8મી તારીખે તબીયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યાં 16 વર્ષીય તરૂણીને 7 માસનો ગર્ભ હોવાનું નિદાન થતા સૌ કોઇ ચોંકી ગયા હતા ત્યાર બાદ કિશોરીને સમજાવી માતાએ પૂછપરછ કરી હતી. કિશોરીએ જણાવ્યું કે, દોઢ વર્ષ પહેલાં ઘર પાસે આવેલી ફર્નિચરની દુકાનમાં કામ કરતો મહાવીર રામજી ગૌતમ જે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે એની સાથે પરિચય થયો હતો અને તેણે લગ્નની લાલચ આપી દુષ્કર્મ (Rape) આચર્યું હતું.
આરોપી ઝડપાયો
બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી આરોપી મહાવીર ગૌતમની સુરત પોલીસે (Surat Police ) ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે સગીરાના પિતા પેરાલિલસના કારણે પથારીવશ છે અને માતા અને એક બહેન સાથે તેણી રહે છે.
Tags :
Advertisement

.

×