ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Swachh Survekshan 2025 : કેન્દ્રીય મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ, કહ્યું- સ્વચ્છતા આપણા..!

સુરતને 'સોલિડ વેસ્ટ એવોર્ડ' મળતા સુરતીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.
11:59 PM Jul 17, 2025 IST | Vipul Sen
સુરતને 'સોલિડ વેસ્ટ એવોર્ડ' મળતા સુરતીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.
CR Patil_Gujarat_First
  1. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2025 એવોર્ડ એનાયત કરાયા (Swachh Survekshan 2025)
  2. સુરત પાલિકાને 'સોલિડ વેસ્ટ એવોર્ડ', સ્વચ્છતામાં દેશભરમાં બીજા ક્રમે
  3. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાયો
  4. સ્વચ્છતાકર્મીઓનું સન્માન કરવા ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું
  5. પાલિકાને સ્વચ્છતા એવોર્ડનો જશ સફાઈકર્મીઓને જાય છે : CR પાટીલ

Swachh Survekshan 2025 : સુરત પાલિકાને 'સોલિડ વેસ્ટ એવોર્ડ' (Solid Waste Award) મળતા ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ત્યારે આજે સુરતમાં (Surat) કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની (CR Patil) હાજરીમાં સ્વચ્છતાકર્મીઓનું સન્માન કરવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. CR પાટીલની અધ્યક્ષતા યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વચ્છતાકર્મીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ (Kanu Desai) સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Gujarat News: સ્વચ્છ સુપર લીગમાં ગુજરાતના શહેરો સામેલ, અમદાવાદ, સુરત અને ગાંધીનગરને પુરસ્કાર એનાયત

કેન્દ્રીય મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં સ્વચ્છતાકર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2025 એવોર્ડની (Swachh Survekshan 2025) આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતનું અમદાવાદ (Ahmedabad) દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. જ્યારે દેશભરમાં સ્વચ્છતામાં સુરત (Surat) બીજા ક્રમે રહ્યું છે. સુરતને 'સોલિડ વેસ્ટ એવોર્ડ' મળતા સુરતીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે આજે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની (CR Patil) અધ્યક્ષતામાં સ્વચ્છતા કર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ સહિત ધારાસભ્ય, નેતાઓ, પદાધિકારીઓ, સફાઈકર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Swachh Survekshan 2025 : અમદાવાદ-ગાંધીનગર એ ગૌરવ વધાર્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અભિનંદન પાઠવ્યા

સ્વચ્છતા આપણા સૌની આદત બનવી જોઈએ : CR પાટીલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિત ધારાસભ્યો, પદાધિકારીઓ દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરાયું હતું. તેમના પર પુષ્પવર્ષા કરી સન્માનિત કરાયા હતા. દરમિયાન, કેન્દ્રીયમંત્રી CR પાટીલે કહ્યું હતું કે, દેશમાં સ્વચ્છતામાં પ્રથમ બિરુદ અપાવવા બદલ સૌથી પહેલા સ્વચ્છતાકર્મીઓને ખૂબ-ખૂબ અભિનંદન... સ્વચ્છતા માટે બનાવેલા નિયમોનું સુરતવાસીઓએ પાલન કર્યું. આથી, આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે, સ્વચ્છતા આપણા સૌની આદત બનવી જોઈએ. પાલિકાને સ્વચ્છતાનાં એવોર્ડનો જશ સફાઈકર્મીઓને જાય છે. સૌથી ગંદુ ગણાતું શહેર આજે દેશમાં સ્વચ્છતામાં સર્વોચ્ચ સ્થાને નોંધાયું છે. તેમણે કહ્યું કે, સુરત માત્ર સ્વચ્છતામાં જ નહીં પણ અનેક સેક્ટરોમાં સૌથી આગળ જઈ રહ્યું છે. સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે, 50 વર્ષ માટે પાણીની વ્યવસ્થા કરી હોય તો એકમાત્ર સુરત છે. ગુજરાત પાસેથી દેશની અન્ય મહાનગરપાલિકાએ શીખવું પડે એવા વિકાસનાં કામો સુરતમાં થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Banaskantha : 12 વર્ષે 29 પરિવાર વતન પરત ફર્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરાવ્યું પુનર્વસન

Tags :
AhmedabadCleanliness AwarenessCR PatilGandhinagargujaratfirst newskanu-DesaiMahatma Gandhipm narendra modiSolid Waste AwardSuratSwachh Bharat AbhiyanSwachh Bharat MissionSwachh Survekshan 2025Top Gujarati News
Next Article