Surat: રસોડામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી ધો.12ની વિદ્યાર્થિની, ઓટો ચાલક પિતાનું દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું રોળાયું
- ઓટો રિક્ષા ચાલક પિતાનું સપનું રોળાયું
- ડોક્ટર બનવા માંગતી દીકરીએ ટૂંકાવ્યું જીવન
- ધોરણ 12 સાયન્સ ની વિધાર્થિનીએ ભર્યું પગલું
- ઘરના રસોડામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી
- ફરજ પરના હાજર તબીબોએ વિધાર્થીનીને મૃત જાહેર કરી
Surat: શહેરના ડીંડોલી વિસ્તારમાં મહાદેવ નગર-2 માં રહેતા પરિવારની ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની તનુ ઓઝાએ ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને પિતાના દીકરીને ડોક્ટર બનાવવાના સપના પર પાણી ફરી વળ્યું છે.
ડોક્ટર બનવા માંગતી દીકરીએ ટૂંકાવ્યું જીવન
મળતી માહિતી મુજબ મૃતક તનુ ઓઝા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને ડોક્ટર બનવાની મહત્વાકાંક્ષા ધરાવતી હતી. તેના પિતા અજય ઓઝા ઓટો રિક્ષા ચાલક છે. આર્થિક તંગી હોવા છતાં પિતા તનતોડ મહેનત કરીને દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવી રહ્યા હતા.
તબીબોએ વિધાર્થીનીને મૃત જાહેર કરી
ઘટના અનુસાર, સવારે આશરે પાંચ વાગ્યે પિતા અજય ઓઝા ઊંઘમાંથી ઊઠ્યા ત્યારે તેમને રસોડામાં તનુ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી. આ જોઈને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. તાત્કાલિક તેમણે દીકરીને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
અણધાર્યા પગલાથી પિતા આઘાતમાં
આ દિકરીના અણધાર્યા પગલાથી પિતા આઘાતમાં છે. તનુના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. કદાચ અભ્યાસનું દબાણ કે અન્ય કોઈ વ્યક્તિગત મુશ્કેલી હોઈ શકે, પરંતુ પરિવારે કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી.ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
સુરતમાં ડોક્ટર બનવા માંગતી દીકરીએ કર્યો આપઘાત
ધોરણ 12 સાયન્સમાં ભણતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
ઘરના રસોડામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી
પિતાએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી
ફરજ પર હાજર તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કર્યો
શહેરના ડિંડોલી મહાદેવ નગર-2માં રહેતી… pic.twitter.com/XG5lO3dM4x— Gujarat First (@GujaratFirst) January 2, 2026
આ પણ વાંચો: Rajkot: હનુમાન કથા દરમિયાન VVIP ડોમમાં ભીષણ આગ! હજારોની ભીડ વચ્ચે કેવી રીતે ટળી મોટી દુર્ઘટના?


