ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: લ્યો બોલો! લાખોનો માલ ખરીદ્યો અને હાથ અદ્ધર કરી દીધા, કાપડનાં વેપારી સાથે થઈ છેતરપિંડી

Surat: સુરતમાં કાપડ વેપારીઓ જોડે છેતરપિંડી કરતા કાપડ દલાલની ધરપકડ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે
06:58 AM Feb 25, 2025 IST | VIMAL PRAJAPATI
Surat: સુરતમાં કાપડ વેપારીઓ જોડે છેતરપિંડી કરતા કાપડ દલાલની ધરપકડ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે
Surat
  1. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી
  2. ઇકો સેલમાં નોંધાઈ હતી કરોડોની છેતરપિંડી અંગેની ફરિયાદ
  3. ફરાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ

Surat: સુરતમાં કાપડ વેપારીઓ જોડે છેતરપિંડી કરતા કાપડ દલાલની ધરપકડ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કરોડોની છેતરપિંડી અંગેની ફરિયાદ ઇકો સેલમાં નોંધાઈ હતી. જે પૈકી હાલ ઝડપાયેલા આરોપીએ રૂપિયા 27 લાખની કિંમતનો કાપડનો માલ વેપારી જોડેથી ખરીદી છેતરપિંડી કરી હતી. જે કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot: વિધર્મી 15 વર્ષની છોકરીને લઈ ફરાર, સગીરાએ મેસેજ કર્યો ‘હું મરજીથી ભાગી’

આરોપી ગમે ત્યાં છુપાય પણ પોલીસ ઝડપી જ પાડે છે

સુરત (Surat)ની ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠમણા અને છેતરપિંડીના બનાવો છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે નોંધાતા આવ્યા છે. જે કેસમાં છેતરપિંડી કરનારા આરોપીઓની પોલીસ દ્વારા દેશના કોઈ પણ ખૂણે હોય ધરપકડ કરવામાં આવે છે.છેતરપિંડી કરી આરોપીઓ દેશના કોઈપણ ખૂણામાં કેમ ના છુપાઈ પરંતુ પોલીસના હાથ આરોપીઓ સુધી પહોંચી જતા હોય છે. જ્યાં સુરતમાં કાપડ વેપારી જોડે થયેલી કરોડની છેતરપિંડી કેસમાં ફરાર આરોપીની પણ સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યના 47 મંદિરો સાથે સોમનાથ મંદિરને ‘Eat Right Place of Worship’ થી સર્ટિફાય કરવામાં આવ્યું

27 લાખના માલની ખરીદી કરી હાથ અધ્ધર કરી દીધા

નોંધનીય છે કે, સુરત (Surat)ના વેસુ વિસ્તારમાં રહેતા કાપડ વેપારી અનુજ કનોડિયા સહિત અન્ય વેપારીઓ પાસેથી લાખોની મત્તા નો કાપડનો માલ ઉધાર પેટે ખરીદ્યો હતો. જે પૈકી કાપડ દલાલ મયુર જગદીશ વાળાએ રૂપિયા 27 લાખના માલની ખરીદી કરી હાથ અધ્ધર કરી દીધા હતા.જે માલનું પેમેન્ટ આપવાના બદલે આરોપીએ હાથ અધ્ધર કરી છેતરપિંડી કરી હતી.કાપડ વેપારી ની ફરિયાદના આધારે ઇકો સેલ દ્વારા આરોપીની ધરપકડ કરી મયુર જગદીશ વાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Next Article