ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિવાળી પહેલા પ્રવાસીઓ માટે શરૂ કરાયેલી એક્સ્ટ્રા બસે રેકોર્ડ બ્રેક કર્યો

આ દિવાળીએ બહાર ગામ જવા તૈયારી કરી લો, કારણ કે દિવાળી (Diwali) પહેલા એસ.ટી વિભાગ (ST Department) દ્વારા પ્રવાસીઓ માટે સ્પેશિયલ એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કેસમાં ઘટાડો થતાં સરકાર તરફથી મળેલી છૂટછાટ બાદ આ દિવાળીએ પ્રવાસીઓ બહાર જવા રેકોર્ડ તોડે એવી એક્સ્ટ્રા બસ માટેની બુકિંગ થઈ હોવાનો એસ.ટી નિગમ અધિકારી સંજય જોશીએ જણાવ્યું હતું.એસ.ટી નિગમ દ્વારા દરેક તહેવારમાં પ
11:18 AM Oct 14, 2022 IST | Vipul Pandya
આ દિવાળીએ બહાર ગામ જવા તૈયારી કરી લો, કારણ કે દિવાળી (Diwali) પહેલા એસ.ટી વિભાગ (ST Department) દ્વારા પ્રવાસીઓ માટે સ્પેશિયલ એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કેસમાં ઘટાડો થતાં સરકાર તરફથી મળેલી છૂટછાટ બાદ આ દિવાળીએ પ્રવાસીઓ બહાર જવા રેકોર્ડ તોડે એવી એક્સ્ટ્રા બસ માટેની બુકિંગ થઈ હોવાનો એસ.ટી નિગમ અધિકારી સંજય જોશીએ જણાવ્યું હતું.એસ.ટી નિગમ દ્વારા દરેક તહેવારમાં પ
આ દિવાળીએ બહાર ગામ જવા તૈયારી કરી લો, કારણ કે દિવાળી (Diwali) પહેલા એસ.ટી વિભાગ (ST Department) દ્વારા પ્રવાસીઓ માટે સ્પેશિયલ એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કેસમાં ઘટાડો થતાં સરકાર તરફથી મળેલી છૂટછાટ બાદ આ દિવાળીએ પ્રવાસીઓ બહાર જવા રેકોર્ડ તોડે એવી એક્સ્ટ્રા બસ માટેની બુકિંગ થઈ હોવાનો એસ.ટી નિગમ અધિકારી સંજય જોશીએ જણાવ્યું હતું.
એસ.ટી નિગમ દ્વારા દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈને વધારાની બસનું સંચાલન કરવા માટે એસ.ટી નિગમ સજ્જ જોવા મળી રહ્યું છે. આ અંગે એસ.ટી નિગમના નિયામક સંજય જોશીએ જણાવ્યું હતું કે, દર વર્ષે GSRTC તરફ દિવાળીમાં એક્સ્ટ્રા બસોનું આયોજન કરે છે. એજ રીતે આ વર્ષે પણ 1600 જેટલી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19 ઓક્ટોબર થી 24 ઓક્ટોબર દરમિયાન આ આયોજન કરાયું છે, આ વર્ષે કોરોનામાંથી છૂટછાટ મળતા બસોની એડવાન્સ બુકિંગે પણ રેકોર્ડ તોડ્યો છે. 
દર વર્ષ કરતા આ વર્ષે 25 ટકા એડવાન્સ બુકિંગ અને ગ્રુપ બુકિંગ થયું છે. જેમાં 924 જેટલી ગાડીઓની એડવાન્સ અને ગ્રુપ બુકિંગ થયું છે અને કોર્પોરેશને 1,45,00,000 જેટલી આવક થઈ છે. જોકે, ગયા વર્ષની વાત કરીએ તો, ગયા વર્ષે 1421 ગાડીઓ દોડાવામાં આવી હતી અને એક કરોડથી વધુની આવક થઈ હતી એની જગ્યા એ આ વખતે 25 ટકા વધુ બુકિંગ થયું છે, હાલ સુધી અમરેલીમાં 6 ગાડી, ભાવનગરમાં 443,  બોટાદમાં 68 એજ રીતે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા મળી 50 જેટલી ગાડીઓ બુક છે. સાથે કરંટ બુકિંગ પણ ચાલુ છે જેથી છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે લોકો મોટા પ્રમાણમાં બુકિંગ કરાવતા લોકોને પણ ફાયદો થઈ રહ્યો છે.
સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈને સુરત વિભાગમાંથી વધારાની 1600 બસો દોડાવાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનું વધારાનું સંચાલન કરાશે. જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહેશે.
આ પણ વાંચો - ગીર સોમનાથના ધાવાની ચકચારી ઘટના, જેણે ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિને પણ રડાવી દીધા, Video
Tags :
DiwaliExtraBusGujaratFirstrecordtourists
Next Article