Surat: વરાછામાં ઉદ્યોગપતિના ફ્લેટમાં ચોરી, સ્માર્ટફોને ખોલી પોલ
- Surat: ઘરના ખૂણેખૂણામાં લાગેલા CCTV કેમેરામાં ચોર થયો કેદ
- પલંગ પર બેસી આરામથી ચોરી કરતો બેડરૂમના CCTVમાં કેદ
- સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને ખોલી પોલ
Surat: સુરતના વરાછામાં જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ચોરી થઇ હતી. જેમાં ઘરના ખૂણેખૂણામાં લાગેલા CCTV કેમેરામાં ચોર કેદ થયો છે. તેમાં પલંગ પર બેસી આરામથી ચોરી કરતો ચોર બેડરૂમના CCTVમાં કેદ થયો છે. તથા સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને પોલ ખોલી છે. સવારે આઠ વાગ્યે પરિવારને ચોરીની જાણ થઈ હતી. તથા અગ્યાર વાગ્યા સુધીમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત
આરોપી પાસેથી રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ વરાછા પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 24 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યે ઉદ્યોગપતિના પરિવારને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ઉદ્યોગપતિએ CCTV ફૂટેજ ચેક કર્યા કરતા જોવા મળ્યું કે, એક ચોર બિલકુલ ડર્યા વગર રાતના બેડરૂમમાં પ્રવેશ્યો હતો. તે જાણે પોતાના જ મકાનમાં હોય તેમ આરામથી બેડ પર બેસી ગયો હતો. બેડ પર બેસીને તેણે ચોરીના સામાનની તપાસ કરી હતી. ચોરને નહોતી ખબર કે તેની આ તમામ હરકતો હાઈ-ડેફિનેશન કેમેરામાં કેદ થઈ રહી છે. જે બાદ પરિવારે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો.
Surat : સુરતના વરાછામાં જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ચોરી
ઘરના ખૂણેખૂણામાં લાગેલા CCTV કેમેરામાં ચોર થયો કેદ
પલંગ પર બેસી આરામથી ચોરી કરતો બેડરૂમના CCTVમાં કેદ
સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને ખોલી પોલ
સવારે આઠ વાગ્યે પરિવારને ચોરીની થઈ હતી જાણ
અગ્યાર વાગ્યા… pic.twitter.com/hxfDflTx4E— Gujarat First (@GujaratFirst) January 25, 2026
Surat: સોહેલ પરમારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો
સોહેલ પરમારે ઘરમાંથી રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ સાથે 1 મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી, જે વરાછા પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ. પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોબાઈલનું લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે, સવારે 11:00 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપી સોહેલ પરમારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
પરિવારમાં રાહત અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો
પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલો તમામ સામાન, જેમાં મોબાઈલ તથા વિવિધ કિંમતી વસ્તુઓ સામેલ હતી, તે જપ્ત કરી લીધી છે. આશરે 1,40,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે પરત મેળવ્યો છે. પોલીસની ઝડપી કામગીરીના કારણે ઉદ્યોગપતિના પરિવારમાં રાહત અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
આ પણ વાંચો: Rajkot: બાવળની ઝાળીઓ વચ્ચે માસુમ ફૂલ જેવી બાળકી તરછોડી દેવાઇ


