આજે સુરત રાજકીય માહોલમાં રંગાઈ જશે, ભાજપ-કોંગ્રેસ અને આપ મળી 21 ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચશે
આજે ફોર્મ ભરવામાં થશે ઘમાસાણઉમેદવારીનું નામાંકન ભરવાનો આજે અંતિમ દિવસભાજપ-કોંગ્રેસ અને આપ મળી 21 ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચશે3 વાગ્યા સુધીના સમય મર્યાદામાં ઉમેદવારોએ ફોર્મ ભરવાના રહેશેઆજે સુરત રાજકીય માહોલમાં રંગાઈ જશેશહેર જુદા જુદા રાજકીય નેતાઓના પક્ષોના નારા સાથે ગુંજી ઉઠશેગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકોનું ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે મોટી àª
Advertisement
- આજે ફોર્મ ભરવામાં થશે ઘમાસાણ
- ઉમેદવારીનું નામાંકન ભરવાનો આજે અંતિમ દિવસ
- ભાજપ-કોંગ્રેસ અને આપ મળી 21 ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચશે
- 3 વાગ્યા સુધીના સમય મર્યાદામાં ઉમેદવારોએ ફોર્મ ભરવાના રહેશે
- આજે સુરત રાજકીય માહોલમાં રંગાઈ જશે
- શહેર જુદા જુદા રાજકીય નેતાઓના પક્ષોના નારા સાથે ગુંજી ઉઠશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકોનું ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરતા જોવા મળશે. સુરતમાં તમામ બેઠકો માટે ઉમેદવારો જાહેર થઇ ગયા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળી 21 ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચવાના છે. આ વચ્ચે આજે સુરત રાજકીય માહોલમાં પૂરી રીતે રંગાઈ જશે.
સુરત શહેરમાં આજે રાજકીય નેતાઓના પક્ષોના નારા સાથે ગુંજી ઉઠશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓએ લગભગ મોટાભાગના તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે હવે આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. સુરતમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચવાના છે. આજે બપોરે 3 વાગ્યા સુધીના મર્યાદામાં ઉમેદવારોએ ફોર્મ ભરવાના રહેશે. ત્યારે સુરત શહેર જુદા જુદા રાજકીય નેતાઓના પક્ષોના નારા સાથે ગુંજી ઉઠશે. સુરત જિલ્લાની કુલ 12 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 36 ઉમેદવારોમાંથી માત્ર 15 ઉમેદવારો જ એવા છે કે જેમણે ફોર્મ ભર્યું છે. ત્યારે જ્યારે 21 ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે જેમા ભાજપના 6 ઉમેદવાર, આપના 7 ઉમેદવાર અને કોંગ્રેસના 8 ઉમેદવારો મળી કુલ 21 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરવા આજે એક સાથે પહોંચે તેવી પૂરી સંભાવના છે.
12 બેઠકો પર ઉમેદવારો પહોંચશે ફોર્મ ભરવા
સુરત જિલ્લામાં વિધાનસભાની કુલ 12 બેઠકો છે જેમા તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ આ 12 બેઠકો પૈકી ઘણા ઉમેદવારોએ પોતાનું નામાંકન હજુ સુધી ભર્યુ નથી. વળી આજે આ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે એક સાથે મોટી સંખ્યામાં રાજકીય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચે અને પડાપડી થાય તો નવાઈ નહીં. સુરતની અનેક એવી બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે. જેને લઈ આ તમામ ઉમેદવારો આજે એક જ સ્થળ પર પોતાના સમર્થકો સાથે ભેગા થઈ શકે છે. દરમિયાન આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ઘમાસાણ સર્જાવાની પણ શક્યતા નકારી ન શકાય.
જાણો કઇ બેઠકના કયા પક્ષના ફોર્મ ભરવાના બાકી
ભાજપના 6 ઉમેદવાર બાકી છે. જે મજૂરા, વરાછા, કરંજ, કામરેજ, ચોર્યાસી અને સુરત ઉત્તર બેઠક માટે ફોર્મ ભરશે.
કોંગ્રેસના 8 ઉમેદવાર બાકી છે. જે મજૂરા, વરાછા, કરંજ, ઉધના, લીંબાયત, ચોર્યાસી, ઉત્તર, સુરત પૂર્વ બેઠક માટે ફોર્મ ભરશે.
આમ આદમી પાર્ટીના 7 ઉમેદવાર બાકી છે. જે પશ્ચિમ, વરાછા, મજૂરા, ચોર્યાસી, ઓલપાડ, લીંબાયત અને ઉધના બેઠક માટે ફોર્મ ભરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


