Surat Police : ઝેરી દવા પીનાર યુવતીને ખભે ઊંચકી PCR વાન સુધી પહોંચ્યા, સમયસર સારવાર મળતા બચ્યો જીવ
- સુરત પોલીસ (Surat Police) ફરી એકવાર દેવદૂત બની
- સુરત પોલીસના જવાનની કાબિલેદાદ કામગીરી
- જાંબાઝ પોલીસ જવાને યુવતીનો જીવ બચાવ્યો
- સણિયા હેમાદ ગામની સીમમાં યુવતીએ ઝેરી દવા પીધી હતી
ખેતરમાં યુવતીએ દવા પી લેતા પોલીસ પહોંચી અને યુવતીને બચાવી
સુરતમાં પોલીસે (Surat Police) ફરી એકવાર સરાહનીય કામગીરી કરી છે. પોલીસનાં બે જાંબાઝ જવાનોએ એક યુવતીનો જીવ બચાવ્યો છે અને નવજીવન આપ્યું છે. સણિયા હેમાદ ગામની સીમમાં એક યુવતીએ ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે જાણ થતાં પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ જવાન અજમલ વરદાજીનો (Ajmal Vardaji) માનવીય અભિગમ અપનાવી 108 એમ્બ્યુલન્સની રાહ જોવા વિના યુવતીને ખભે ઊંચકીને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ યુવતી સારવાર હેઠળ છે. પોલીસ જવાનની સુઝબુઝથી યુવતીનો જીવ બચ્યો છે.
આ પણ વાંચો - Gandhinagar : સરકારી કર્મચારીઓ આનંદો..! સરકારે લીધો આ મોટો નિર્ણય
Surat police : જીવ સટોસટનો ખેલ...પોલીસ જવાન ખભે ઊંચકી દોડ્યા ના હોત તો...! । Gujarat First
- સુરત પોલીસ ફરી એકવાર દેવદૂત બનીને આવી
- સુરત પોલીસના જવાનની કાબિલેદાદ કામગીરી
- જાંબાજ પોલીસ જવાને બચાવ્યો યુવતીનો જીવ
- સણિયા હેમાદ ગામની સીમમાં પીધી હતી દવા
- ખેતરમાં યુવતીએ દવા પી… pic.twitter.com/bVGFfpb7Cj— Gujarat First (@GujaratFirst) April 16, 2025
પોલીસના જવાનની કાબિલેદાદ કામગીરી, યુવતીનો બચાવ્યો જીવ
ઘટના અંગે વાત કરીએ તો, પોલીસની (Surat Police) PCR વાનને કોલ આવ્યો કે સણિયા હેમાદ ગામમાં રમાબેન વસાવા નામની યુવતીએ ઝેરી દવા પીધી છે. કોલ મળ્યો કે તરત જ પોલીસ જવાન અજમલ વરદાજી પટેલ, સજાણાભાઈ વરદાભાઈ વાન લઈને સણિયા હેમાદ ગામની (Saniya Hemad Village) સીમમાં પહોંચ્યા હતા. જ્યાં ગાડી પણ પહોંચી શકે તેમ નહોતી ત્યાં આ બંને જાંબાજ જવાન પીસીઆર વાન લઈને પહોંચ્યા હતા. જ્યારે, સ્થળ પર જઈને જોયું તો યુવતીની સ્થિતિ ગંભીર હતી. સ્થિતિને પારખી ગયેલા પોલીસ જવાને પળનો પણ વિચાર કર્યા વિના જ યુવતીને ખભે નાખી અને તુરંત PCR વાનમાં લઈ જઈ હોસ્પિટલ જવા નીકળ્યા હતા.
આ પણ વાંચો - Gujarat માં સત્તા પર પાછા ફરવા માટે રાહુલ ગાંધીએ રજુ કર્યો માસ્ટરપ્લાન, જાણો શું કહ્યું ?
સુરત પોલીસ કમિશનરે જવાનોનાં કર્યા વખાણ
ઝેરી દવા પીધેલી યુવતી ઊંઘી ન જાય તે માટે પોલીસ જવાન સતત તેની સાથે વાત કરતો રહ્યો અને તેને જાગૃત અવસ્થામાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીને લઈને બંને જવાનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને યોગ્ય સમયે યુવતીને સારવાર મળી જતા તેનો જીવ બચ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે (Anupam Singh Gehlot) પણ બંને પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી છે. યુવતીનો જીવ બચાવનારા બંને જવાનોનું તેમણે સન્માન પણ કર્યું અને કહ્યું કે, સુરત પોલીસનાં અન્ય જવાનોને પણ આ ઘટનામાંથી ખૂબ પ્રેરણા મળશે.
આ પણ વાંચો - Morbi માં સ્કૂલની ઘોરબેદરકારીથી વિદ્યાર્થીનો ભોગ લેવાયો, સ્વિમિંગપૂલમાં ડૂબી જતા મોત