Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Suratમાં વધુ બે નકલી તબીબોની ધરપકડ, દવા લઇ ગયેલ સ્થાનિકોમાં ભયનો માહોલ

શહેરમાં બે અલગ અલગ ક્લિનિક ઉપર છાપો મારી ઝોલાછાપ મહિલા તબીબ સહિત બે લોકોની ધરપકડ
suratમાં વધુ બે નકલી તબીબોની ધરપકડ  દવા લઇ ગયેલ સ્થાનિકોમાં ભયનો માહોલ
Advertisement
  • શહેરમાં ઝોલાછાપ તબીબોની ધરપકડ હજી પણ યથાવત
  • ઝોલાછાપ તબીબો (Fake Doctor)એ ધોરણ 10 અને 12 સુધી જ અભ્યાસ કર્યો
  • બે અલગ અલગ ક્લિનિક ઉપર છાપો મારી નકલી ડોક્ટરોને ઝડપ્યા

Surat શહેરમાં ઝોલાછાપ તબીબો (Fake Doctor)ની ધરપકડ હજી પણ યથાવત છે. જેમાં સુરતની ઉમરા પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ઉધના મગદલ્લા ગામમાં આવેલ બે અલગ અલગ ક્લિનિક ઉપર છાપો મારી ઝોલાછાપ મહિલા તબીબ સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ઝોલાછાપ તબીબો (Fake Doctor) પાસે કોઈ પણ પ્રકારના રાજ્ય સરકાર પ્રમાણિત મેડિકલ સર્ટિફિકેટ મળી આવ્યા ન હતા. આરોપીઓ મેડિકલ સર્ટિફિકેટ વિના જ આરોપીઓ એલોપેથીની પ્રેક્ટિસ કરી લોકોના જીવ અને આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. ઝડપાયેલી મહિલા ઝોલાછાપ તબીબ ધોરણ 12 અને અન્ય બોગસ તબીબ ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો હોવાની હકીકત સામે આવી હતી. જે ઝોલાછાપ તબીબો BEMS ડિગ્રી ધરાવતા હોવાનો દાવો કર્યો હતો. જોકે પૂછપરછમાં આરોપીઓ પાસેથી આવી કોઈ ડીગ્રી ન મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ત્યારે આ નકલી ડોક્ટરો પાસેથી દવા લઇ ગયેલ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

બોગસ તબીબોની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા બોગસ તબીબો (Fake Doctor)ની તપાસ દરમિયાન 1200 જેટલી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાનો મોટો ઘટસ્ફોટ હતો. બોગસ તબીબોના આકા રસિક ગુજરાતી અને અમદાવાદના બીકે રાવત દ્વારા ઓટો ગેરેજ અને મિલમાં કામ કરતા કામદારને પણ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપી ડોક્ટરનું લેબલ અપાવવામાં આવ્યું હતું. બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના રાજ્ય વ્યાપી કૌભાંડમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપીઓ દ્વારા અનેક લોકોને આ પ્રમાણે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાની હકીકત સામે આવતા શહેરના અનેક વિસ્તારોની અંદર આવા બોગસ તબીબો પોતાની હાટડીઓ ખોલી લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરી રહ્યા છે. ત્યારે બોગસ તબીબોની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી

ઉમરા પોલીસે મળેલી માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ઉધના મગદલ્લા ગામમાં આવેલા ભવાની સ્ટ્રીટમાં કરિયાણાની દુકાન પાસે આવેલી નાની દુકાનમાં છાપો માર્યો હતો. જ્યાં પ્રયાગ પ્રસાદ નામનો ઇસમ મેડિકલ પ્રેક્ટિસ કરતા રંગે હાથ મળી આવ્યો હતો. એલોપેથીની પ્રેક્ટિસ કરતા પ્રયાગ પ્રસાદ પાસે મેડિકલ સર્ટિફિકેટ સહિતના પુરાવાની માંગણી કરતા પોતે BEMS ડિગ્રી ધરાવતો હોવાની વાત જણાવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા મેડિકલ ડિગ્રી રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતા ન હોવા છતાં આલોપેથીની પ્રેક્ટિસ કરી રહેલા પ્રયાગ પ્રસાદની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈપણ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો: Rajkot: ડુંગળીની અઢળક આવકની સામે ભાવ ન મળતા ખેડૂતોની ચિંતા વધી

આરોપીએ માત્ર 10 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે ઉમરા પોલીસે નજીકમાં જ આવેલ દેવનારાયણ પસ્તી ભંડાર નામની દુકાન પાસે સ્ટાર ફેબ્રિકેશન નામની દુકાનની પાછળ આવેલા ડિમ્પલ નામની મહિલાના ઘરમાં પણ છાપો માર્યો હતો. જે ઘરમાં લલિતા કૃપાશંકરસિંહ ડિગ્રી વિનાજ મેડિકલ પ્રેક્ટિસ કરતા (Fake Doctor) રંગે હાથ ઝડપાઈ ગઈ હતી. જ્યાંથી પણ પોલીસ દ્વારા એલોપેથીની દવા સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડોક્ટર દ્વારા વપરાતી નાની મોટી સાધન સામગ્રીઓ પણ કબજે કરવામાં આવી હતી. આમ બે સ્થળો પર ઉમરા પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી છાપો માર્યો હતો અને બંને બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા. સરકાર માન્ય મેડિકલ ડીગ્રી ધરાવતા ના હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતા આ બંને બોગસ તબીબો લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરી રહ્યા હતા. જેમાં પ્રયાગ રામચંદ્ર પ્રસાદ પાસેથી દિવ્યાનંદ ઇલેક્ટ્રો હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે BEMS એટલે કે બેચરલ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસિન સર્જરીનો અભ્યાસ કર્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જે આરોપીએ માત્ર 10 સુધી જ અભ્યાસ કર્યો હતો. તેવી જ રીતે બોગસ મહિલા તબીબ લલિતા કૃપાશંકરસિંહની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે તેમજ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સાંઈ મેડિકલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરી ચૂકી છે.

સુરત જિલ્લા આરોગ્ય વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે

મહત્વનું છે કે જિલ્લા આરોગ્ય વિભાગના કાર્ય ક્ષેત્રમાં આવતી કામગીરી સુરત પોલીસ કરી રહી છે. જે પરથી સાબિત થાય છે કે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કેટલીય નિષ્ક્રિય છે. છેલ્લા લાંબા સમયથી સુરતમાં આવા બોગસ તબીબો (Fake Doctor)પોતાની હાટડીઓ ખોલીને બેઠા છે. છતાં પણ સુરત જિલ્લા આરોગ્ય વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. માત્ર એસી ઓફિસમાં બેસી કાગળ ઉપર કામગીરી કરવામાં જ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને રસ છે, તે પ્રકારની પરિસ્થિતિ હમણાં સુધીની કાર્યવાહી દરમિયાન સામે આવી છે. કારણ કે સુરત પોલીસ દ્વારા શહેરના અનેક ખૂણે નાની ઓરડીમાં અને દુકાનોમાં શરૂ કરી દેવામાં આવેલ ક્લિનિકોની અંદર છાપો મારી બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. જ્યારે આ સિલસિલો હજી પણ કેટલા સમય ચાલશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ સુરત જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ચોક્કસથી ઊઠી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat: ખાતરની અછત, કૌભાંડ અને છેતરપિંડી વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

Tags :
Advertisement

.

×