Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માંથી વધુ બે ઠગ ઝડપાયા, 2.89 કરોડની ઠગાઇના કેસના આરોપીની ધરપકડ

સુરતના ઘોડ દોડ રોડ ખાતે છેતરપિંડી મામલો વિવર્સ પાસેથી રૂપિયા 2.86 કરોડ ઉઠમણું કર્યું બે ઠગબાજોની અમદાવાદથી સુરત ઇકો શેલે Surat:સુરતના ઘોડ દોડ રોડ ખાતે રહેતા વિવર્સ પાસેથી રૂપિયા અલગ અલગ ફર્મ ના નામે રૂપિયા 2.86 કરોડનો ગ્રે કાપડનો...
surat માંથી વધુ બે ઠગ ઝડપાયા  2 89 કરોડની ઠગાઇના કેસના આરોપીની ધરપકડ
Advertisement
  • સુરતના ઘોડ દોડ રોડ ખાતે છેતરપિંડી મામલો
  • વિવર્સ પાસેથી રૂપિયા 2.86 કરોડ ઉઠમણું કર્યું
  • બે ઠગબાજોની અમદાવાદથી સુરત ઇકો શેલે

Surat:સુરતના ઘોડ દોડ રોડ ખાતે રહેતા વિવર્સ પાસેથી રૂપિયા અલગ અલગ ફર્મ ના નામે રૂપિયા 2.86 કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદી ઉઠમણું કરી ફરાર થઈ ગયેલા બે ઠગબાજોની અમદાવાદથી સુરત ઇકો શેલ દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડી સામે આવી

સુરત ની ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ઉઠમણા અને છેતરપિંડીના કિસ્સાઓમાં ફરી વધારો થયો છે. જ્યાં સુરતના વિવર્સ જોડે હાલત થોડા દિવસ અગાઉ થયેલી રૂપિયા 2.89 કરોડની છેતરપિંડી કેસમાં બે ઠગબાજોની ધરપકડ કરવામાં આવી છે.આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો સેલના સંબંધિત અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,શહેરના ઘોડ દોડ રોડ ખાતે આવેલા સરેલા ટાવર માં રહેતા સુરેન્દ્ર ઓમપ્રકાશ નારંગ વ્યવસાયે કાપડ વેપારી છે.તેઓનો સંપર્ક હાલ.જ થોડા સમય અગાઉ અમદાવાદના માળી બંધુઓ જોડે થયો હતો. અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા અભિષેક માળી અને વિજય માળી એ વેપારીનો વિશ્વાસ અને ભરોસો કેળવી અલગ અલગ ફર્મ થી સમયાંતરે ગ્રે કાપડનો માલ ઉધાર પેટે ખરીધો હતો.જે માલનું પેમેન્ટ સમયસર ચૂકવી આપી વિશ્વાસ અને ભરોસો સંપાદન કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો -Surat: ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાનું રેકેટ ઝડપાયું

Advertisement

રૂપિયા 2.89 કરોડની છેતરપિંડી કરી

ત્યારબાદ આરોપીઓએ અલગ અલગ ફર્મ ના નામે વધુ 2.89 કોડોડનો ગ્રે કાપડનો માલ ઉધારમાં ખરીધો હતો.જે માલનું પેમેન્ટ સમય મર્યાદામાં ચૂકવી આપવા વાયદો કર્યો હતો.પરંતુ સમય જતા માલનું પેમેન્ટ કર્યું હતું.જ્યાં આપેલા ચેક પણ રિટર્ન કરાવ્યા હતા.જ્યાં ઉઘરાણી કરતા બંને ના મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતા હતા.જ્યાં પોતે છેતરપિંડી નો ભોગ બનેલા વેપારીએ આ મામલે ઇકો સેલમાં ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો -Surat:પતિએ પત્નીનું ગળુ કાપી કરી હત્યા, પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ

નરોડાના અભિષેક માળી અને વિજય માળીની ધરપકડ

ઇકો શેલ દ્વારા અમદાવાદ નરોડાના અભિષેક માળી અને વિજય માળીની ધરપકડ કરી હતી.જે આરોપીઓ ની પૂછપરછ માં વેપારી પાસેથી ખરીદેલ કરોડો ની કિંમતનો ગ્રે કાપડનો માલ અન્ય ને વેચી રોકડી કરી લીધી હોવાની કબુલાત આરોપીઓએ કરી હતી.જ્યાં કરોડો ની કિંમતનો ગ્રે કાપડનો માલ બારોબાર વેચી મારી તે નાણાં પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હતા.જેની રિકવરી કરવા પોલીસે બંને આરોપીઓ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×