Udhana Railway Station : હાલ ભેરૂ વતન જઈએ, ઉનાળા વેકેશનને લઈ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડથી વહીવટી તંત્ર પણ અકળાયું
- સુરતના Udhana Railway Station પર મુસાફરોની ભારે ભીડ
- ભારે ભીડના આકાશી દ્રશ્યો આવ્યા સામે
- ગઈકાલ રાતથી લાઈન લગાવીને ઊભા છે રેલવે મુસાફરો
- ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી પરત ફરવા માટે રેલવે પોલીસે કરી છે અપીલ
- કારખાનામાંથી પણ ઉનાળુ વેકેશનની રજાઓ આપવામાં આવી
સુરતના ઉધના રેલવે સ્ટેશન ( Udhana Railway Station) પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે, વેકેશન માહોલના પગલે યુપી-બિહાર જતા મુસાફરોની સંખ્યામાં થયો વધારો અને મુસાફરોની સંખ્યાની સામે ટ્રેનની સંખ્યા ખૂટી પડી ગઈ હોવાની વાત સામે આવી છે, ઉધના રેલવે સ્ટેશન પર એકસાથે હજારો મુસાફરો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ છે અને સીટી પોલીસ, RPF અને રેલવે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Udhana Railway Station પર પોલીસનો કાફલો ખડકાયો
ઉધના રેલવે સ્ટેશન પર અંદાજિત 200થી પણ વધુ પોલીસનો કાફલો રેલવે સ્ટેશન ખાતે ખડકી દેવાયો છે અને હજારો મુસાફરો ટ્રેનોમાં ચઢવા જતા અફરાતફરી સર્જાઈ છે, ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે પરંતુ આ મામલે ડીવાયએસપી ડીએચ ગોરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, પોલીસે કોઈપણ બળ પ્રયોગ કર્યો નથી અને માત્ર જરૂરી માર્ગદર્શન આપવા પોલીસે પોતાની નૈતિક કામગીરી કરી છે.
Udhana Railway Station પર અંદાજિત 3000 થી વધુ મુસાફરો
યુપી બિહાર માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે પરંતુ તે ટ્રેનોની સંખ્યા સામે મુસાફરોની સંખ્યા વધવાના પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, છતાં પણ રાત્રિના સમયે વધુ એક સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે મુસાફરો રહી ગયા છે તેઓને સ્ટેશન પર હોલ્ડિંગ કક્ષમાં આશરો અપાયો છે અને પોલીસ તરફથી મુસાફરોને ટ્રેનમાં બેસાડવા માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Udhana Railway Station પર પાણીની વ્યવસ્થા મુસાફરો માટે કરાઈ
સમર વેકેશન અને કારખાનાઓમાં એકસાથે રજાઓ જાહેર થવાથી મોટી સંખ્યામાં લોકો પોતાના ગામડાં તરફ રવાના થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં માત્ર ચાર ટ્રેનો દ્વારા જ અંદાજે 10,500થી વધુ મુસાફરોને બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે રેલવે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છતાં ભીડ સતત વધી રહી હોવાથી સ્ટેશન પર વ્યવસ્થા જાળવવી પડકારજનક બની રહી છે.
આ પણ વાંચો : Surat: કાળનો પંજો ટૂંકો પડ્યો, સુરત રેલવે સ્ટેશન પર મુસાફર ટ્રેન નીચે પટકાયો, 20 સેકન્ડના મોત સામે જંગ જીતી જિંદગી!


