Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: Union Minister C.R. Patil જોડાયા સાફસફાઇ અભિયાનમાં, નાગરિકોને કરી ખાસ અપીલ

C.R. Patil  Surat: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (C.R. Patil) આજે સુરત (Surat) ની મુલાકાતે છે, જ્યાં તેમણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત એક કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે આયોજિત આ સફાઈ અભિયાનમાં તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પણ ઉપસ્થિત રહ્યા હતા.
surat  union minister c r  patil જોડાયા સાફસફાઇ અભિયાનમાં  નાગરિકોને કરી ખાસ અપીલ
Advertisement

C.R. Patil Surat: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (C.R. Patil) આજે સુરત (Surat) ની મુલાકાતે છે, જ્યાં તેમણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત એક કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે આયોજિત આ સફાઈ અભિયાનમાં તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા પ્રત્યેના મિશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા પર હંમેશા વિશેષ ભાર મૂક્યો છે અને તેમની પ્રેરણાથી જ આજે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Union Minister C.R. Patil જોડાયા સાફસફાઇ અભિયાનમાં

વધુમાં સી.આર.પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી આવતીકાલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, જેના પૂર્વે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના ઉદ્દેશ્યથી ભટાર વિસ્તારમાં આ સાફસફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે સ્વચ્છતાને માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન ગણાવીને તમામ નાગરિકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી. પાલિકા કમિશનર અને મંત્રીની ઉપસ્થિતિમાં થયેલી આ સફાઈ કામગીરીએ સ્થાનિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: PM Narendra Modi in Surat : મોદીજીના હસ્તે દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો નવો અધ્યાય

Tags :
Advertisement

.

×