Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US-Israel Iran War: ભારતનો 4.33 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય ખતરામાં! સુરતના ઉદ્યોગોને શું અસર?

મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ઊભો થવાની શક્યતા છે, જે ભારતની $47.6 બિલિયનની બિન-તેલ નિકાસને જોખમમાં મૂકે છે. સુરતનો કાપડ ઉદ્યોગ, જે દુબઈ મારફતે 45 દેશોમાં નિકાસ કરે છે, તેને સૌથી મોટો ફટકો પડવાની ભીતિ છે. પેમેન્ટ અટવાવાની ચિંતા અને વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચને કારણે વેપારી આલમમાં ગભરાટ ફેલાયો છે.
us israel iran war  ભારતનો 4 33 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય ખતરામાં  સુરતના ઉદ્યોગોને શું અસર
Advertisement
  • US-Israel Iran War: ભારતના 4.33 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય પર સંકટ
  • સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર આર્થિક સંકટના વાદળો છવાયા
  • ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા કાપડના ઉત્પાદન અને નિકાસને ફટકો પડશે

US-Israel Iran War: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનું યુધ્ધ વધુ વકરી રહ્યું છે. આ યુધ્ધમાં ઇરાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader) આયતોલ્લા અલી ખામેની (Ayatollah Ali Khamenei) નું મોત થયું છે. જેથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. આ ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર જોવા મળી રહી છે, જે ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. આ માર્ગ દ્વારા ભારતનો અબજો ડોલરનો માલ ગલ્ફ દેશો (Gulf Countries) માં પહોંચે છે, અને તેમાં સર્જાતો કોઈપણ વિક્ષેપ ભારતના વિદેશી વેપાર માટે આર્થિક સુનામી સાબિત થઈ શકે છે.

US-Israel Iran War: હોર્મુઝ સ્ટ્રેટ અને ભારતની આર્થિક નિર્ભરતા

Advertisement

વિશ્લેષણ મુજબ ભારત હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ના માર્ગે ગલ્ફ દેશોમાં આશરે $47.6 બિલિયન (અંદાજે ₹4.33 લાખ કરોડ) મૂલ્યના બિન-તેલ માલની નિકાસ કરે છે. આ આંકડો દેશની કુલ બિન-તેલ નિકાસના લગભગ 13% જેટલો છે. જો આ દરિયાઈ માર્ગમાં યુદ્ધને કારણે અવરોધ ઊભો થાય તો ભારતનું વેપાર સંતુલન બગડી શકે છે. હોર્મુઝની ચર્ચા અગાઉ માત્ર તેલ પુરવઠા માટે થતી હતી, પરંતુ હવે ભારતની બિન-તેલ નિકાસ (Non-oil Exports) પણ જોખમમાં છે. શિપિંગ રૂટમાં નાના ફેરફારો પણ નૂર ખર્ચ (Freight Cost) માં તોતિંગ વધારો કરી શકે છે અને ડિલિવરીમાં લાંબો વિલંબ કરાવી શકે છે.

Advertisement

US-Israel Iran War: નિકાસ બજારો અને અસરગ્રસ્ત ક્ષેત્રો

ભારત માટે સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates - UAE) સૌથી મોટું નિકાસ બજાર છે, જ્યાં વાર્ષિક $28.5 બિલિયનનું શિપમેન્ટ મોકલવામાં આવે છે. ત્યારબાદ સાઉદી અરેબિયા (Saudi Arabia) માં $11.7 બિલિયન, તેમજ ઇરાક (Iraq), કુવૈત (Kuwait), કતાર (Qatar) અને ઇરાન (Iran) નો ક્રમ આવે છે. આ તમામ દેશો ભારતના એન્જિનિયરિંગ ગુડ્સ, રત્નો અને ઝવેરાત (Gems and Jewellery), રસાયણો અને બાંધકામ સામગ્રી (Construction Material) માટે મહત્વના કેન્દ્રો છે. યુદ્ધની સ્થિતિમાં આ ક્ષેત્રોને સૌથી મોટો ફટકો પડશે કારણ કે તે અવિરત દરિયાઈ લોજિસ્ટિક્સ પર નિર્ભર છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર ઘેરી અસર

આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી આ અસ્થિરતાની સીધી અસર ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત (Surat) ના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડવાની પૂરેપૂરી ભીતિ છે. ચીન (China) પછી સુરતનો કાપડ ઉદ્યોગ વિશ્વમાં બીજા ક્રમે છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) ના ઉપપ્રમુખ અશોક જીરાવાલા (Ashok Jirawala) ના જણાવ્યા મુજબ, સુરતનો કાપડ વેપાર મુખ્યત્વે દુબઈ (Dubai) સાથે જોડાયેલો છે. દુબઈ એક એવું ટ્રેડિંગ હબ છે જ્યાંથી ભારતનું કાપડ સંયુક્ત આરબ અમીરાત (UAE) મારફતે વિશ્વના અન્ય 45 દેશોમાં નિકાસ કરવામાં આવે છે. યુદ્ધ લાંબુ ચાલવાથી આ સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે, જેનાથી અબજો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે.

બુર્ખા અને મેન મેડ ફાઈબરની ઘટતી માંગ

સુરત ખાસ કરીને મેન મેડ ફાઈબર (Man-Made Fiber - MMF) ના ઉત્પાદન માટે જાણીતું છે. આરબ દેશોમાં સુરતથી તૈયાર થતા બુર્ખા કાપડ (Burqa Fabric) અને સલવાર કમીઝ (Salwar Kameez) ની વિશાળ માંગ રહે છે. રમઝાન (Ramadan) અને અન્ય તહેવારોની સિઝનમાં સુરતથી મોટા ઓર્ડર મોકલવામાં આવે છે. જોકે, ઇરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે ટ્રાન્સપોર્ટ કોસ્ટમાં વધારો અને પેમેન્ટ અટવાઈ જવાની બીકે વેપારીઓ નવા ઓર્ડર લેતા અચકાઈ રહ્યા છે. જો અસ્થિરતા વધશે, તો સુરતના આ વિશિષ્ટ માર્કેટને મોટો આર્થિક ફટકો પડશે.

ભવિષ્યની અનિશ્ચિતતા અને આર્થિક પડકારો

હાલમાં નુકસાનનો ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે, કારણ કે મધ્ય પૂર્વમાં સ્થિતિ દર કલાકે બદલાઈ રહી છે. શિપિંગ રૂટ બદલવાને કારણે ઇંધણ અને વીમા ખર્ચ વધશે, જે પ્રોડક્શન કોસ્ટ (Production Cost) માં વધારો કરશે. મધ્ય પૂર્વમાં વિશ્વના તેલ અને ગેસનો ભંડાર છે. જ્યારે પણ ત્યાં ઇઝરાયલ (Israel) અને ઇરાન (Iran) જેવા દેશો વચ્ચે તણાવ વધે છે, ત્યારે તેની સૌથી પહેલી અસર ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. ભારત તેની જરૂરિયાતનું 80% થી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે. જો હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) જેવો માર્ગ યુદ્ધને કારણે બંધ થાય, તો કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછળશે. ડીઝલ મોંઘું થતા ટ્રકના ભાડા વધશે. પરિણામે, ખેતરોમાંથી શહેરો સુધી આવતા શાકભાજી, અનાજ અને દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થશે.

આ પણ વાંચોઃ Surat: "મેં મારું કામ કરી નાખ્યું" પત્નીની હત્યા બાદ પિતાએ પુત્રને કર્યો કોલ, જાણો હચમચાવતી ઘટના

Tags :
Advertisement

.

×