ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રાજકોટ બાદ Surat માં પતંગનાં લીધે બાળકનું મોત
- રાજકોટ બાદ Surat માં પતંગનાં કારણે બાળકનું મોત
- પતંગ ચગાવતી વેળાએ હાઈટેનશન લાઈનમાં દોરી લાગી
- બાળક ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું
ઉત્તરાયણનાં (Uttarayan) તહેવારને હવે માત્ર ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ પહેલા સુરતમાંથી (Surat) વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. સચીન GIDC માં પતંગ ચગાવતી વેળાએ હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી લાગી જતાં 13 વર્ષીય માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. સચીન GIDC પોલીસે (Sachin GIDC Police) હાલ અક્સ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot: વીજ તારમાં ફસાયેલ પતંગ લેવા જતા બાળક ભડથું થયો
પતંગ ચગાવતી વેળાએ હાઈટેન્શન લાઈનમાં દોરી લાગી જતાં બાળક દાઝ્યું
રાજકોટ (Rajkot) બાદ હવે સુરતમાં (Surat) પતંગનાં કારણે એક માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, સચીન GIDC વિસ્તારમાં આવેલા કૃષ્ણાનગરમાં 13 વર્ષીય બાળક ઘરનાં ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. દરમિયાન, પતંગની દોરી હાઈટેન્શન લાઈનમાં લાગી જતાં મોટો ધડાકો થયો હતો. આ ઘટનામાં બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે, ટુંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં સચીન GIDC પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara : વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 90.90 લાખ પડાવનારા 2 આરોપીની આખરે ધરપકડ
વીજ તારમાં ફસાયેલી પતંગ કાઢવા જતાં 11 વર્ષીય બાળકનું મોત
ગઈકાલે રાજકોટમાં આવેલા મસ્કત ફાટક પાસે વીજ તારમાં ફસાયેલી પતંગ કાઢવા જતાં 11 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. માહિતી અનુસાર, મસ્કત ફાટક પાસે આવેલ જે.કે. પેકેજિંગ નામનાં યુનિટ નજીક મૂળ પશ્ચિમ બંગાળનાં અલીપુર વિસ્તારનાં વતની અને છેલ્લા કેટલાય સમયથી પરિવાર સાથે શાપર વેરાવળ ખાતે (Shapar Veraval) રહેતો 11 વર્ષીય પુષ્પવીર શર્મા નામનો બાળક વીજ તારમાં ફસાયેલી પતંગ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દરમિયાન, પુષ્પવીર અગાસી પરથી સબસ્ટેશન પર ખાબકતા તેનું વીજ શોર્ટ લાગવાનાં કારણે મોત નીપજ્યું હતું. આ મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો - Rajkot : નવા વર્ષની શરૂઆતમાં SOG ની મોટી કાર્યવાહી! લાખોનાં MD ડ્રગ્સ સાથે 1 ઝડપાયો