Valsad : રેલવે સ્ટેશન પર આધેડ કુલીએ 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ
- વલસાડ રેલવે સ્ટેશન પર કુલીની કાળી કરતૂત
- 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો કર્યો પ્રયાસ
- લાલચ આપી કુલીએ બાળકી સાથે અડપલા કર્યા
Valsad : આજે વલસાડ રેલવે સ્ટેશન પર 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલ્વે સ્ટેશન પર ભિક્ષુક પરિવારની 9 વર્ષની બાળકી વેટિંગ રુમના ટોયલેટમાં દુષ્કર્મના પ્રયાસનો ભોગ બની હતી. જો કે બાળકીએ સમયસૂચકતા વાપરીને પોતાની જાતને બચાવી લીધી હતી. આ કિસ્સામાં દુષ્કર્મનો પ્રયાસ કરનાર એવા કુલીને GRP પોલીસે ઝડપી લીધો હતો.
સમગ્ર ઘટનાક્રમ
વલસાડ રેલવે સ્ટેશન પર ભિક્ષુક પ્રવૃત્તિ કરતા પરિવારની 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાળકી જ્યારે વેટિંગ રુમના ટોયલેટમાં ગઈ ત્યારે તેની પાછળ પાછળ રેલવે સ્ટેશન પર કુલી કામ કરતો ઈસમ પણ પહોંચી ગયો હતો. આ ઈસમે બાળકીને લલચાવી તેના કપડાં ઉતારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીને આ કુલીના બદઈરાદાનો અંદાજ આવી જતાં તેણીએ સમયસૂચકતા વાપરી હતી. કુલી પોતાના બદઈરાદાને અંજામ આપે તે પહેલાં જ બાળકી દોડીને વેટિંગ રુમની બહાર આવી ગઈ અને બુમાબુમ કરવા લાગી.
આ પણ વાંચોઃ Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલના છોટાઉદેપુરમાં પડઘા, બ્રિજ ભારે વાહન માટે કરાયો બંધ
GRP પોલીસે ઝડપી લીધો
વેટિંગ રુમની બહાર આવીને બાળકીએ બુમાબુમ કરતા પરિવાર અને મુસાફરો એકત્ર થઈ ગયા હતા. પરિવારના સભ્યોને બાળકીએ રડતાં રડતાં સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાથી ચોંકી ગયેલા પરિવારે સમગ્ર ઘટનાની જાણ રેલવે પોલીસને કરી હતી. થોડીક વારમાં GRP પોલીસ ઘટના સ્થળે ધસી આવી અને આરોપી એવા કુલીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પર આગળની કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચોઃ Vadodara Bridge Collapse: પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 મૃતદેહો બહાર કાઢ્યા, 2 લોકો હજુ ગુમ