Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વલસાડના Veerkshetra પાસે ગોઝારો અકસ્માત: પીકઅપ પલટી જતાં 6 લોકોના કરૂણ મોત, 28 લોકો હતા સવાર

Road Accident: વલસાડના કપરાડાના વીરક્ષેત્ર નજીક આણું વાળવા જતી પિકઅપ ગાડી પલટી મારતા 6 લોકોના મોત થયા છે. ગાડીમાં 28 લોકો સવાર હતા, જેમાં ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક ખુશીના પ્રસંગે જઈ રહેલા પરિવાર પર આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે.
વલસાડના veerkshetra પાસે ગોઝારો અકસ્માત  પીકઅપ પલટી જતાં 6 લોકોના કરૂણ મોત  28 લોકો હતા સવાર
Advertisement
  • વલસાડના કપરાડાના Veerkshetra નજીક ગોઝારો અકસ્માત
  • પીકઅપ પલટી મારતા 6 લોકોના મોત નીપજ્યા
  • પીકઅપમાં 28 જેટલા વ્યક્તિઓ હતા સવાર
  • આણું વાળવા જતા પરિવારને નડ્યો અકસ્માત
  • ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

Accident Near Veerkshetra : વલસાડ જિલ્લાના કપરાડા (Kaprada) તાલુકામાં આજે એક અત્યંત કરૂણ અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. વીરક્ષેત્ર (Veerkshetra) નજીક પિકઅપ ગાડી પલટી મારી જતાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, એક પરિવારના સભ્યો પિકઅપ ગાડીમાં સવાર થઈને આણું વાળવા માટે જઈ રહ્યા હતા. આ પિકઅપ ગાડીમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે આશરે 28 જેટલા લોકો સવાર હતા. કપરાડા (Kaprada) વિસ્તારમાં આવેલા વીરક્ષેત્ર (Veerkshetra) નજીક પહોંચતા જ અચાનક ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગાડીની ઝડપ વધુ હોવાને કારણે તે રોડ પરથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી.

Advertisement

પીકઅપ પલટી મારતા 6 લોકોના મોત

અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપમાં સવાર લોકો ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મૃતકોમાં બાળકો કે મહિલાઓ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. બનાવની જાણ થતા જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

Advertisement

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

અકસ્માતની જાણ થતા જ કપરાડા (Kaprada) પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક વલસાડ (Valsad) અને નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પરિવારમાં ખુશીના પ્રસંગ માટે નીકળેલા લોકો પર આવી પડેલી આ આફતે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Tapi: કાળમુખો અકસ્માત, નિઝર હાઇવે પર મોતની ચીસિયારીઓ ગુંજી

Tags :
Advertisement

.

×