Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Snake Rescue Live Video: સાવધાન! તમારા એસીમાં પણ હોઈ શકે છે સાપ

Snake in AC: વલસાડના પારડીમાં (Pardi) ભીષણ ગરમીથી બચવા ત્રણ સાપ એસી (AC) મશીનની અંદર ઘૂસી જતા પરિવારમાં દોડધામ મચી હતી. એસી ચાલુ કરતી વખતે સાપ દેખાતા જીવદયા પ્રેમીઓને બોલાવવામાં આવ્યા હતા, જેમણે એસી ખોલીને ત્રણેય સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ (Rescue) કરી તેમને જંગલમાં મુક્ત કર્યા હતા. ગરમીમાં ઠંડક મેળવવા સાપ એસીમાં ઘૂસતા કુતૂહલ સર્જાયું છે.
snake rescue live video  સાવધાન  તમારા એસીમાં પણ હોઈ શકે છે સાપ
Advertisement

Snake Rescue Live Video: વલસાડના પારડીમાં એસી બન્યું સાપનું ઘર
બાપ રે બાપ, સાપ! ગરમીથી બચવા સાપ પણ ACમાં ઘૂસી ગયો
ગરમીથી બચવા AC ના મશીનમાં ઘૂસી ગયો સાપ
વલસાડના પારડીમાં AC માંથી 3 સાપ નીકળતા ફફડાટ
ACમાં સાપ દેખાતા પરિવારમાં મચી ગઈ દોડધામ
જીવદયા પ્રેમીઓએ ત્રણેય સાપોનું સુરક્ષિત કર્યું રેસ્ક્યુ
AC મશીન ખોલીને એક પછી એક સાપ કઢાયા
દિવાલ પરના ACમાં સાપ ઘૂસતા કુતૂહલ સર્જાયું
ACમાં સાપ કઈ રીતે ઘૂસ્યા તે મોટો સવાલ

Pardi Snake Rescue : ગુજરાતમાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. આ કાળઝાળ ગરમીથી બચવા માટે માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ પશુ-પંખીઓ અને સરિસૃપો પણ ઠંડકની શોધમાં નીકળી પડ્યા છે. વલસાડ જિલ્લાના પારડી (Pardi) વિસ્તારમાં એક આશ્ચર્યજનક અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઠંડક મેળવવા માટે ત્રણ સાપ એસી (AC) મશીનની અંદર ઘૂસી ગયા હતા.

Advertisement

એસી ચાલુ કરતા જ મચી દોડધામ

મળતી માહિતી મુજબ, પારડીમાં રહેતા એક પરિવારના સભ્યો જ્યારે ગરમીથી બચવા માટે રૂમમાં એસી ચાલુ કરવા ગયા, ત્યારે તેમને મશીનમાંથી કંઈક અજુગતું દેખાયું હતું. ધ્યાનથી જોતા માલૂમ પડ્યું કે એસીની અંદર સાપ (Snake) ફસાયેલો હતો. ઘરમાં સાપ હોવાની જાણ થતા જ પરિવારના સભ્યોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ભારે દોડધામ મચી ગઈ હતી. દિવાલ પર લાગેલા એસીમાં સાપ દેખાતા આસપાસના લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું.

Advertisement

એક નહીં પણ ત્રણ સાપ નીકળ્યા

ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક જીવદયા પ્રેમીઓ (Animal Rescuers) ને કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પરિસ્થિતિ વધુ ચોંકાવનારી હતી. એસી મશીન ખોલીને તપાસ કરતા તેમાંથી એક પછી એક એમ કુલ ત્રણ સાપ મળી આવ્યા હતા. નિષ્ણાતોના મતે, બહારના તાપમાનમાં અસહ્ય વધારો થવાને કારણે આ સાપ ઠંડકની શોધમાં પાઈપલાઈન વાટે એસીના યુનિટમાં ઘૂસી ગયા હોવાની શક્યતા છે.

સુરક્ષિત રેસ્ક્યુ અને તકેદારી

જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ એસી મશીનના ભાગો છૂટા કરીને ત્રણેય સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં આ ત્રણેય સાપોને તેમના કુદરતી આવાસમાં (Forest Area) મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ નિષ્ણાતોએ સલાહ આપી છે કે ગરમીના દિવસોમાં એસીની આઉટડોર પાઈપો અને બારી-બારણાં પાસે જાળી લગાવવી જોઈએ, જેથી આવા ઝેરી કે બિનઝેરી જીવો ઘરમાં પ્રવેશ ન કરી શકે.

આ પણ વાંચો: Rajkot Civil Hospital બની ઉંદરોનું ઘર!, ઓપીડી વિભાગનો વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×