Valsad: Kaprada તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અનોખો વિરોધ
- કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રોટલી ચર્ચાનું કેન્દ્ર
- વલસાડના કપરાડા તાલુકા પંચાયતની સભા તોફાની બની હતી
- સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્ય કુંજાલી પટેલે રોટલી સાથે વિરોધ પ્રદર્શન
Valsad: કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રોટલી ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં વલસાડના કપરાડા તાલુકા પંચાયતની સભા તોફાની બની હતી. સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્ય કુંજાલી પટેલે રોટલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. તાલુકા પંચાયત સભ્યોમાં વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ છે. રોટલીના સરખા ભાગ કરી ગ્રાન્ટની પણ સરખા ભાગે વહેંચણી કરવા માંગ છે. સામાન્ય સભામાં રોટલી ઉછળતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જો કે તાલુકા પંચાયતના પ્રમુખે કોંગ્રેસ સભ્યના આક્ષેપોને ફગાવ્યા છે.
વિકાસની ગ્રાન્ટોમાં પ્રમુખ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોવાના પણ આક્ષેપ
કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા અને તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં મળેલી આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં તાલુકામાં વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ એજન્ડા મુજબના કામોની ચર્ચા કરવામાં આવી હતી. આવનાર સમયમાં તાલુકામાં થનાર વિકાસના કામો અંગે ચર્ચા થઈ હતી. જો કે, આ સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્ય કુંજાલી પટેલે ઉગ્ર રજૂઆતો કરી હતી. કુંજાલી પટેલ સામાન્ય સભામાં ચોખાની એક રોટલી લઈને આવ્યા હતા. અને તાલુકા પંચાયતમાં આવતી વિકાસની ગ્રાન્ટોમાં પ્રમુખ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોવાના પણ આક્ષેપ કર્યા હતા.
તાલુકા પંચાયતના કેટલાક સભ્યોના મત વિસ્તારમાં ઓછી ગ્રાન્ટ
તેમના આક્ષેપ મુજબ તાલુકા પંચાયતના કેટલાક સભ્યોના મત વિસ્તારમાં ઓછી ગ્રાન્ટ આપવામાં આવે છે. જ્યારે પ્રમુખના પોતાના ગામમાં લાખો રૂપિયાની ગ્રાન્ટની લાહણી કરવામાં આવે છે. આવા આક્ષેપો કર્યા હતા અને આ રોટલીના માધ્યમથી તાલુકા પંચાયતમાં આવતી ગ્રાન્ટની સરકાર ભાગે વહેંચણી કરવામાં આવે તેવી માંગ કરી હતી.આથી માહોલ ગરમાયો હતો. સાથે કેટલાક ભાજપના સભ્યો દ્વારા પણ આ બાબતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Independence Day નિમિત્તે શૌર્ય, સેવા ચંદ્રકો ગુજરાતના 27 જવાન સહિત 1090 લોકોને એનાયત કરાશે