Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

VGRC 2026 : દક્ષિણ ગુજરાતમાં રોજગાર અને રોકાણનો સંગમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રદર્શનનો પ્રારંભ. સુરતમાં ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રના વિકાસનો ભવ્ય પ્રારંભ
vgrc 2026   દક્ષિણ ગુજરાતમાં રોજગાર અને રોકાણનો સંગમ
Advertisement
  • VGRC 2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રદર્શનનો પ્રારંભ. સુરતમાં ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રના વિકાસનો ભવ્ય પ્રારંભ

VGRC 2026 :  ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલી 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'(VGGS)ની પરંપરાએ રાજ્યને વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનાવ્યું છે અને આજે ગુજરાત ભારતનું ‘ગ્રોથ એન્જિન’ બનીને ઉભર્યું છે. આ વૈશ્વિક વિઝનને વધુ વ્યાપક અને પ્રાદેશિક સ્તરે લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા રિજનલ કોન્ફરન્સનો નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે, જે રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે.

VGRC 2026 : મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રદર્શનનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) સુરત ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ(VGRC)ના શુભારંભ પૂર્વે ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબિશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ ચર્ચા કરી હતી. તેમણે નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી એકમો, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસતા મોડલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

VGRC 2026 :  પ્રદર્શનના મુખ્ય વિભાગો અને આકર્ષણો

આ વિશાળ પ્રદર્શનને મુખ્ય ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે:

Advertisement

  • ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર: MSME અને નવીનતમ પ્રોડક્ટ્સ તથા મશીનરીનું પ્રદર્શન.

  • ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ: સોલાર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

  • કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ: ગુજરાતની કૃષિ પ્રગતિને દર્શાવતો વિશેષ ‘મેન્ગો ફેસ્ટિવલ’, જેમાં દક્ષિણ ગુજરાતમાં ઉગતી કેરીની વિવિધ જાતો રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને વિવિધ સરકારી યોજનાઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ટ્રેડ ફેરનો પણ પ્રારંભ કરાવ્યો હતો અને પ્રદર્શન દ્વારા ઊભી થનારી વ્યવસાયિક સંભાવનાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓનો સમાવેશ

બે દિવસીય ચાલનારી આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રિજનલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને ગતિ આપવી, રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઊભા કરવાનો છે.

રાજ્ય સરકારના આ સઘન પ્રયાસો થકી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, કૃષિ, MSME અને સેવા ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે. વાઈબ્રન્ટ સમિટની જેમ જ પ્રાદેશિક કક્ષાની આ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદારી વધારીને રાજ્યના સંતુલિત વિકાસને વેગ આપશે. આ પહેલ 'વિકસિત ગુજરાત' થકી 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

આ પણ વાંચો :South Gujarat Tourism નો નવો અવતાર: વાઇબ્રન્ટ પેવેલિયનની મુલાકાત લેવાનું ચૂકતા નહી!

Tags :
Advertisement

.

×