South Gujarat Tourism નો નવો અવતાર: વાઇબ્રન્ટ પેવેલિયનની મુલાકાત લેવાનું ચૂકતા નહી!
- South Gujarat Tourism ની અનોખી પહેલ
- ટ્રાઈબલ ટૂરિઝમની ઝલક જોવા ઉમટી પડ્યા સુરતીઓ
- ‘જોડીયા પાવા’ના સૂરો વચ્ચે પ્રવાસન પેવેલિયનનું આકર્ષણ
South Gujarat Tourism: સુરતની ઔરો યુનિવર્સિટી (AURO University) ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ (Vibrant Gujarat Regional Conference – South Gujarat) અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ (Gujarat Tourism Department) દ્વારા એક ભવ્ય અને વિશેષ થીમ પેવેલિયનનું (Theme Pavilion) આયોજન કરવામાં આવ્યું છે. તા. 1 થી 5 મે 2026 દરમિયાન ચાલનારા આ પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાતના સાંસ્કૃતિક વૈવિધ્ય અને પ્રકૃતિની ઝલક જોવા મળી રહી છે.
પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદભૂત સમન્વય
આ પેવેલિયન દક્ષિણ ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળો (Tourism Destinations), ટ્રાઈબલ સંસ્કૃતિ (Tribal Culture) અને પ્રાકૃતિક સ્થળોને (Natural Sites) કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આધુનિક પ્રદર્શન માધ્યમો દ્વારા મુલાકાતીઓને દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોથી લઈને રમણીય દરિયાકિનારા સુધીના વૈવિધ્યપૂર્ણ અનુભવો પીરસવામાં આવી રહ્યા છે. આ પેવેલિયન પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
મુલાકાતીઓ મંત્રમુગ્ધ થયા
પ્રદર્શનની સૌથી મોટી વિશેષતા અહીંના પરંપરાગત હસ્તકલા (Handicrafts) કારીગરો દ્વારા આપવામાં આવતા જીવંત પ્રદર્શન (Live Demonstrations) છે. આ દ્વારા સ્થાનિક કળાઓને વૈશ્વિક મંચ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ, ગુજરાતના વિસરાતા વારસા સમાન ‘જોડીયા પાવા’ (Jodiya Pava) જેવા પરંપરાગત સંગીત વાદ્યોની જીવંત પ્રસ્તુતિએ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા છે.
પ્રવાસીઓના માર્ગદર્શન માટે બ્રોશર્સ અને ડેસ્ટિનેશન ગાઈડ્સ
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અહીં વિશેષ માહિતી ડેસ્ક (Information Desk) ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં પ્રવાસીઓને માર્ગદર્શન આપતા બ્રોશર્સ (Brochures) અને ડેસ્ટિનેશન ગાઈડ્સ ઉપલબ્ધ છે. વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય ‘Explore & Experience Gujarat’ના સંદેશને લોકો સુધી પહોંચાડી રાજ્યના પ્રવાસનને નવી ઊંચાઈએ લઈ જવાનો છે.
પરંપરા, સંસ્કૃતિ અને આધુનિક પ્રવાસન એક મંચ પર
આ પ્રસંગે ગુજરાત પ્રવાસન વિભાગના OSD હર્ષવર્ધનસિંહ સોલંકીએ (Harshvardhansinh Solanki) જણાવ્યું હતું કે, 'દક્ષિણ ગુજરાતમાં ટ્રાઈબલ ટૂરિઝમ (Tribal Tourism) માટે વિશાળ સંભાવનાઓ રહેલી છે. આ પેવેલિયન દ્વારા અમે પરંપરા, સંસ્કૃતિ અને આધુનિક પ્રવાસન તકોને એક જ મંચ પર રજૂ કરી રહ્યા છીએ, જે સ્થાનિક કારીગરો અને ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડશે.'
આ પણ વાંચો: સુરતમાં ગુંજશે Vibrant Gujarat નો નાદ: દ.ગુજરાતના હીરા, કાપડ અને કેમિકલ ઉદ્યોગને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ


