Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સુરતમાં ગુંજશે Vibrant Gujarat નો નાદ: દ.ગુજરાતના હીરા, કાપડ અને કેમિકલ ઉદ્યોગને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ

VGRC 2026: સુરત (Surat) ની ઓરો યુનિવર્સિટી (AURO University) ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) ની ગરિમામય ઉપસ્થિતિમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC South Gujarat Regional Conference) અને એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં ગુંજશે vibrant gujarat નો નાદ  દ ગુજરાતના હીરા  કાપડ અને કેમિકલ ઉદ્યોગને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ
Advertisement
  • Vibrant Gujarat: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે મહત્વનો કાર્યક્રમ
  • સુરતની AURO યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ
  • દક્ષિણ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો કાર્યક્રમ
  • સુરતમાં VGRC સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન
  • સ્થાપના દિવસે હર્ષભાઈ સંઘવીએ પાઠવી શુભકામના

Surat Vibrant Gujarat: સુરત (Surat) ની ઓરો યુનિવર્સિટી (AURO University) ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) ની ગરિમામય ઉપસ્થિતિમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC South Gujarat Regional Conference) અને એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

ગુજરાતની જીડીપી 27 લાખ કરોડ પાર

કાર્યક્રમ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ વાઈબ્રન્ટ ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે બીજ રોપ્યું હતું, તે આજે વટવૃક્ષ બની ગયું છે. તેમણે ઉમેર્યું કે, 'આ ઐતિહાસિક અવસરે લાખો યુવાનોના સપનાઓ સાકાર થશે.' ગુજરાતની આર્થિક પ્રગતિનો ચિતાર આપતા તેમણે કહ્યું કે, ગુજરાતનો જીડીપી (GDP) આજે 27 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.

Advertisement

Advertisement

દરરોજ 500 ફાઈલોના નિકાલનું સરકારનું લક્ષ્ય

કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે દેશના કુલ કાર્ગો (Cargo) હેન્ડલિંગમાં ગુજરાતનું યોગદાન 40 ટકા જેટલું છે. રાજ્યમાં MSME ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને તેની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet Train) પ્રોજેક્ટ આવનારા સમયમાં આર્થિક પરિવર્તનમાં મોટી ભૂમિકા ભજવશે. ઉદ્યોગકારો માટે સરકારની પારદર્શક વ્યવસ્થાની ખાતરી આપતા મંત્રીએ જણાવ્યું કે, સરકાર દરરોજ 500 જેટલી ફાઈલો પાસ કરવાનું લક્ષ્ય રાખી રહી છે જેથી વેપારીઓને ઇન્સેન્ટિવ (Incentive) મેળવવામાં કોઈ અવરોધ ન આવે.

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ

આ પ્રાદેશિક કોન્ફરન્સ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાસાયણ (Chemicals), પેટ્રોકેમિકલ્સ (Petrochemicals) અને ટેક્સટાઇલ (Textile) ઉદ્યોગોને વેગ આપશે. ઉદ્યોગ સાહસિકોને સીધા વિદેશી ખરીદદારો (Foreign Buyers) સાથે જોડવાનો આ એક નવતર પ્રયાસ છે. સુરત (Surat) આજે દેશના સૌથી ઝડપથી વિકસતા અને નંબર વન શહેરોમાં સામેલ છે ત્યારે આ પ્રકારના આયોજનોથી સ્થાનિક રોજગારી અને નિકાસમાં મોટો ઉછાળો આવશે.

Tags :
Advertisement

.

×