સુરતમાં Tribal Heritage Exhibition 2026 માં આદિવાસી કલાનો દબદબો, વનૌષધિ અને બામ્બુ આર્ટનું આકર્ષણ
- સુરતમાં Tribal Heritage Exhibition 2026
- વાઇબ્રન્ટ એક્ઝિબિશનમાં આદિવાસી સ્ટોલ્સ પર 5.31 લાખનું વિક્રમી વેચાણ
- 5 દિવસના પ્રદર્શનમાં 38 આદિવાસી કલાકારોને મળ્યું વૈશ્વિક પ્લેટફોર્મ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'ટ્રાયબલ હેરિટેજ' પ્રદર્શનનું કર્યું ઉદ્ઘાટન
- બામ્બુ આર્ટ અને પરંપરાગત વનૌષધિઓ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની
Tribal Heritage Exhibition 2026: ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં રાજ્યના 'ટ્રાયબલ હેરિટેજ' (Tribal Heritage) ને વિશેષ સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી હસ્તકલા અને વનૌષધિના વેચાણ કેન્દ્રોનું ઉદ્ઘાટન (Inauguration) કર્યું હતું. 1 થી 5 મે દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 25 સ્ટોલ્સ પર 5.31 લાખ રૂપિયાથી વધુનું વેચાણ થયું છે. આ તમામ આવક (Revenue) કોઈપણ વધારાના ખર્ચ વિના સીધી જ આદિવાસી કલાકારોને મળી છે.
Tribal Heritage Exhibition 2026: વૈશ્વિક પ્લેટફોર્મ પર આદિવાસી હસ્તકલાનો જાદુ
આ પ્રદર્શનમાં કુલ 38 કુશળ આદિવાસી કલાકારોને પોતાનું કૌશલ્ય બતાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ (Global Platform) પ્રાપ્ત થયું છે. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આ કલાકારોએ બામ્બુ હસ્તકલા, લાકડાના આર્ટિફેક્ટ્સ (Artifacts) અને પરંપરાગત આભૂષણો પ્રદર્શિત કર્યા હતા. આ ઉપરાંત હેન્ડલૂમ વસ્ત્રો અને શુદ્ધ વનૌષધિઓ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર (Center of Attraction) રહ્યા હતા. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના નેતૃત્વમાં આદિવાસી સમુદાયના આર્થિક અને સાંસ્કૃતિક વૈવિધ્યને ઉજાગર કરવાનો સફળ પ્રયાસ થયો છે.
આ પણ વાંચો---- Statue of Unity આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારો રસોઈ ગેસમાં આત્મનિર્ભરતા તરફ
Tribal Heritage Exhibition 2026: કલાકારોને સરકારનું પ્રોત્સાહન
રાજ્ય સરકારે આદિવાસી ઉદ્યોગસાહસિકો (Entrepreneurs) ને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. કલાકારોને ઘરેથી આવવા-જવાનો વાહનખર્ચ અને રહેવા-જમવાની તમામ સુવિધા સરકારે પૂરી પાડી છે. પ્રદર્શનમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત નેતાઓએએ પણ સ્થળની મુલાકાત લીધી હતી અને આ પ્રદર્શનીમાં હાજરી આપીને કલાકારોનો ઉત્સાહ (Enthusiasm) વધાર્યો હતો. આ કાર્યક્રમમાં વિદેશી પ્રતિનિધિઓ (Delegates) પણ ઉપસ્થિત રહ્યા હતા. વનૌષધિ અને પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓએ પ્રવાસીઓને આદિવાસી જીવનશૈલી (Lifestyle) ની નજીક લાવવાનું કામ કર્યું છે.
Tribal Heritage Exhibition 2026: ટ્રાયબલ ટુરીઝમ અને વિકાસ પર ભાર
VGRC કોન્ફરન્સમાં નિષ્ણાતોએ ‘આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાસન’ (Tribal Tourism) વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ડૉ. સી.સી. ચૌધરીએ આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકો અને પ્રવાસનના વિકાસ અંગે મહત્વના સૂચનો આપ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર મોટા ઉદ્યોગો પૂરતું સીમિત રહ્યું નથી. આ પ્લેટફોર્મ હવે રાજ્યના સાંસ્કૃતિક વારસા (Cultural Heritage) ના જતન અને આદિવાસી ભાઈ-બહેનોના આર્થિક ઉત્થાનનું મજબૂત માધ્યમ બની ગયું છે.
Tribal Heritage | 38 આદિવાસી કલાકારોને મળ્યું વૈશ્વિક પ્લેટફોર્મ, વનૌષધિ અને બાંબુ આર્ટિફેક્ટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતના સ્થાપના દિવસના પાવન અવસરે સુરત ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’-VGRC અને ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’-VGREના માધ્યમથી રાજ્યની… pic.twitter.com/Y7rR5s27xQ
— Gujarat First (@GujaratFirst) May 14, 2026
આ પણ વાંચો---- Junagadh: સાસણ ખાતે કેન્દ્રીય મંત્રીની હાજરીમાં 'બિગ કેટ કન્ઝર્વેશન' કાર્યક્રમ, શું થઈ ચર્ચા?


