Surat : ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે - C.R. Patil
- સુરતના સચિન ખાતે રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું આયોજન કરાયું
- કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C.R. Patil ની ખાસ ઉપસ્થિતિ
- ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે - C.R. Patil
Surat : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C.R. Patil ની અધ્યક્ષતામાં સુરતના સચિન ખાતે રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝના આગેવાનો દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં C.R. Patil એ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી (Prime Minister Modi) નું જળ સંચય-જન ભાગીદારી અભિયાન એ જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ.
Prime Minister Modi ના જળસંચયના પ્રયત્નો
સુરતના સચિન ખાતે રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C.R. Patil એ Prime Minister Modi સમગ્ર દેશમાં જળસંચય માટે કેવા પ્રયત્નો કરી રહ્યા છે તે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રના અછત વાળા જિલ્લાઓમાં સૌની યોજના (SAUNI Scheme) દ્વારા પીએમ મોદીએ પાણીની સમસ્યા દૂર કરી. પ્રધાનમંત્રી બન્યા બાદ દેશના 700 જિલ્લાઓમાં 75 જેટલા અમૃત સરોવર બનાવવાનું કાર્ય તેમણે કર્યુ છે. જેના કારણે હજારો તળાવોનું નિર્માણ થયું છે. જ્યાં આજે લાખો લિટર પાણીનું જળસંચય થઈ શક્યું છે. આજે આપણે સૌ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં ઉતરે તેવા પ્રયત્નો કરીએ છીએ.
સુરતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું આયોજન
કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ
લોકોને પાણી બચાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રીની અપીલ
પ્રધાનમંત્રી મોદી કહે છે કે જળ છે તો જીવન છે:સીઆર પાટીલ @CRPaatil #Gujarat #Surat #RainwaterHarvesting #CRPatil… pic.twitter.com/92P1PYbtJ6— Gujarat First (@GujaratFirst) May 17, 2025
2047માં 1180 bcm પાણીની જરુરિયાત ઊભી થશે
સુરતમાં યોજાયેલા રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C.R. Patil એ જણાવ્યું હતું કે, Prime Minister Modi કહે છે કે જળ છે તો જીવન છે. જલ છે તો કલ છે. વરસાદની સીઝનમાં 65 ટકા પાણી દક્ષિણ ગુજરાતમાં વરસે છે. આખા દેશમાં 4,000 bcm વરસાદ પડે છે. જેની સામે જરૂરિયાત 1120 bcm ની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ષ 2047માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે. જળસંચય કરવાની આપણી કેપેસિટી માત્ર 750 bcm જેટલી છે જ્યારે વર્ષ 2047 સુધીમાં 1180 bcm પાણીની જરૂરિયાત ઊભી થશે.
આ પણ વાંચોઃ CM Bhupendra Patel અમદાવાદમાં આયોજિત Tiranga Yatra બાઈક રેલીમાં જોડાયા
ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે
C.R. Patil એ રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પાણીની અવ્યવસ્થાને લીધે સમસ્યા ઉદભવે છે. જેના નિવારણ માટે Prime Minister Modi એ સંકલ્પ કર્યો છે કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે. નદીઓને જોડવાનું કામ પીએમ મોદીએ કર્યુ છે. યુપી અને મધ્યપ્રદેશમાં 44 હજાર કરોડના ખર્ચે 10 લાખ 65 હજાર હેક્ટર જમીન અને 62 લાખ લોકોને પીવાનું પાણી મળવાનું છે. રાજસ્થાનની PKC ની યોજના રાજસ્થાન અને મધ્યપ્રદેશની નદીઓને જોડે છે. જે મુખ્ય 3 નદીઓની સાથે કુલ મળી 11 નદીઓ સાથે જોડાય છે. જે પણ 77 હજાર કરોડના ખર્ચે યોજના બની રહી છે, જેમાં હવે 10 લાખ હેક્ટર જમીનને પાણી મળવા જઈ રહ્યું છે. જ્યારે 50 લાખ લોકોને પીવાનું પાણી મળવાનું છે.
આ પણ વાંચોઃ DAHOD : રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડના પુત્રની ધરકપડ, કૌભાંડ નડ્યું