Hazira : AMNS કંપનીમાં તોડફોડ અને આગજની બાદ 16 શખ્સોની અટકાયત
- સુરતના હજીરામાં કામદારોની હડતાળ ઉગ્ર બની
- AMNS કંપનીમાં કામદારો દ્વારા કરાઈ તોડફોડ
- મોટી સંખ્યામાં કામદારોએ વિરોધ નોંધાવ્યો
- ફાયર વિભાગની ગાડી પર પણ પથ્થરમારો
- પોલીસ સ્ટાફની બે ખાનગી કારને પણ આગચંપી
- વેતન વધારો અને કામના કલાકોમાં વધારો કરવાની માંગ
Hazira Violence : હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીના પ્લાન્ટમાં ગત રોજ કામદારો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વેતન વધારા અને કામના કલાકો (Work Hour) માં ફેરફાર જેવી પડતર માંગણીઓને લઈને શરૂ થયેલો આ વિરોધ (Protest) જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 16 લોકોની અટકાયત કરી છે.
Hazira : માંગણીઓ સંતોષવા મુદ્દે ઘર્ષણ
મળતી માહિતી મુજબ, કંપનીમાં કાર્યરત કામદારો (Worker) લાંબા સમયથી વેતનમાં વધારો કરવાની અને કામના કલાકોમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા હતા. રજૂઆતોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા કામદારો ઉશ્કેરાયા હતા અને વિરોધ પ્રદર્શન (Protest) શરૂ કર્યું હતું. જોકે, આ પ્રદર્શન ટૂંક સમયમાં બેકાબૂ બન્યું હતું અને કામદારોએ તોડફોડ શરૂ કરી દીધી હતી.
સુરતના હજીરામાં કામદારોની હડતાળ ઉગ્ર બની
AMNS કંપનીમાં કામદારો દ્વારા કરાઈ તોડફોડ
મોટી સંખ્યામાં કામદારોએ વિરોધ નોંધાવ્યો#Gujarat #Surat #Hazira #AMNS #WorkersStrike #Protest #Vandalism #GujaratPolice #GujaratFirst pic.twitter.com/JU9vClguJU— Gujarat First (@GujaratFirst) February 26, 2026
મોટાપાયે નુકસાન અને આગજની
હિંસક (Violence) બનેલા ટોળાએ કંપની પરિસરમાં ઉભેલા 10થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાક વાહનોને આગને હવાલે કર્યા હતા. આ હોબાળામાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા પહોંચેલા પોલીસ (Police) સ્ટાફની બે ખાનગી કારને પણ આંદોલનકારીઓએ નિશાન બનાવી સળગાવી દીધી હતી. એટલું જ નહીં, આગ (Fire) પર કાબૂ મેળવવા પહોંચેલી ફાયર વિભાગની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
પોલીસ કાર્યવાહી અને હાલની સ્થિતિ
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસ કાફલો (Police) ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટિયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. આ સમગ્ર સંઘર્ષ દરમિયાન DCP કક્ષાના એક ઉચ્ચ અધિકારીને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં પ્લાન્ટ (AMNS Plant) માં અને આસપાસના વિસ્તારમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. સીસીટીવી (CCTV) ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે હિંસા ફેલાવનારા તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 16 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Banaskantha માં રેતી ચોરી પકડવા ગયેલી ટીમ પર જીવલેણ હુમલાનો પ્રયાસ, છતાં 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત


