Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar by-Election : વિસાવદરની બેઠક જીતીને ભાજપના ખોળામાં મુકવાની છે - સી. આર. પાટીલ

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, વિસાવદરની બેઠક જીતીને ભાજપના ખોળામાં મુકવાની છે. વાંચો વિગતવાર.
visavadar by election   વિસાવદરની બેઠક જીતીને ભાજપના ખોળામાં મુકવાની છે   સી  આર  પાટીલ
Advertisement
  • સી. આર. પાટીલે વિસાવદર બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • વિસાવદરની બેઠક જીતીને ભાજપના ખોળામાં આપવાની છે - C. R. Patil
  • સુરતમાં વિસાવદરના મતદારોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો

Visavadar by-Election : સુરતમાં વસતા વિસાવદરના મતદારોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, નેતા રત્નાકરજી, ધારાસભ્યો સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી. આર. પાટીલે વિસાવદર બેઠક પેટાચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વિસાવદરની બેઠક જીતીને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં મુકવાની છે.

સી. આર. પાટીલે જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત

ગુજરાતમાં કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી થવાની છે. જેમાંથી વિસાવદર બેઠક ગુજરાતના દરેક મુખ્ય રાજકીય પક્ષો માટે અગત્યની છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) ને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે સહકારી આગેવાન કિરીટ પટેલ (Kirit Patel) ને મેદાને ઉતાર્યા છે. કિરીટ પટેલ માટે પ્રચાર કરતી વખતે સી. આર. પાટીલે જણાવ્યું કે, વિસાવદરની બેઠક જીતીને ભાજપના ખોળામાં મુકવાની છે.

Advertisement

વિસાવદરનો વિકાસ કરવો હોય તો ભાજપને જીતાડો

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે આ સ્નેહ મિલન સમારોહમાં કહ્યું કે, આજે વિસાવદર ની એક સીટ આપણા સૌ માટે ચેલેન્જ છે, પરંતુ આ તક છે, જેને ચૂકશો નહી. વિસાવદરના અલ્પવિકાસને કારણે વિસાવદરનો યુવાન ચિંતિત છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ શિક્ષિત યુવાન છે. કિરીટ પટેલની બદનામ કરવા સામેના ઉમેદવાર દ્વારા ખોટા ભ્રામક ફેલાવવા આવી રહ્યા છે. હું આપ સૌને કિરીટ પટેલને વિજયી બનાવવાની જવાબદારી સોંપવા આવ્યો છું. વિસાવદરના વિકાસ માટે આ બેઠક જીતવી પડશે કારણ કે, ભારતીય જનતા પાર્ટીના હાથમાં વિસાવદરનું સોનેરી ભવિષ્ય છે.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Rain : રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યા થશે મેઘમહેર

વિસાવદરમાં ભાજપનો વનવાસ પૂરો થશે-Kirit Patel

વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, હવે વિસાવદરમાં ભાજપનો વનવાસ પૂરો થશે. જે રીતે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ વેઠીને અયોધ્યા પરત ફર્યા તે રીતે ભાજપ પણ વિસાવદરમાં પરત ફરશે. આપણે સૌએ આ બેઠક જીતાડીને વિસાવદરના મતદાતાઓ ભાજપ સાથે છે તેવો વિશ્વાસ વડાપ્રધાન મોદીને અપાવવાનો છે. જે લોકો વિસાવદરમાં ભ્રામક પ્રચાર કરી રહ્યા છે તેમને જડબાતોડ જવાબ આપવા અમે આવ્યા છીએ. મને વિશ્વાસ છે કે 35000થી વધુ મતોથી વિસાવદર બેઠક પર ભાજપનો વિજય થશે. .

આ પણ વાંચોઃ VADODARA : કોરોના પોઝિટિવ દર્દીનો આંક 22 પર પહોંચ્યો, 6 માસનું બાળક ઓક્સિજન પર