Pahalgam Terror Attack નો બદલો લેવાશે નહીં ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુ - સી. આર. પાટીલ
- સુરત ખાતે Global Investor Conference નું આયોજન
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil રહ્યા ઉપસ્થિત
- પહલગામ હુમલાનો બદલો લેવાશે નહીં ત્યાં સુધી સન્માન સ્વીકારીશ નહીં: C. R. Patil
- PM મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે: C. R. Patil
Pahalgam Terror Attack : સુરતમાં યોજાયેલ ગ્લોબલ ઈન્વેસ્ટર કોન્ફરન્સ (Global Investor Conference) માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાનું કે મોટું કોઈપણ સન્માન સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, Pahalgam Terror Attack નો બદલો લેવાશે નહીં ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારુ. સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું કે, તેઓ Pahalgam Terror Attack નો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઈ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકેના સન્માન, સ્વાગત, મોમેન્ટો અને બૂકે પણ નહીં સ્વીકારે.
બદલો નહી ત્યાં સુધી સ્વાગત પણ નહીઃ C. R. Patil
22 એપ્રિલે થયેલા અમાનવીય અને હીચકારા હુમલા બાદ આખો દેશ આઘાતમાં છે. દરેક ભારતીય ઈચ્છે છે કે પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવે. આમાંથી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C. R. Patil પણ બાકાત નથી. તેમને દેશભક્તિ દર્શાવીને એક અનોખો નિર્ણય કર્યો છે. સી.આર. પાટીલે જણાવ્યું છે કે, જ્યાં સુધી Pahalgam Terror Attack નો બદલો લેવાશે નહીં ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારુ. વધુમાં જણાવ્યું કે, કોઈ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકેના સન્માન, સ્વાગત અને બૂકે પણ નહીં સ્વીકારું. આજે સુરત ખાતે યોજાયેલ Global Investor Conference માં સી. આર. પાટીલે જે કહ્યું તે કરી બતાવ્યું હતું. તેમણે આજે સુરતમાં યોજાયેલ Global Investor Conference માં અતિથિ વિશેષનું સન્માન તો ઠીક પરંતુ કોઈ મોમેન્ટો કે બૂકે પણ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
Pahalgam Terror Attack: જ્યાં સુધી પહલગામનો બદલો નહીં, ત્યાં સુધી કોઈ સન્માન નહીં
- આતંકી હુમલાની ઘટના બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રીનો નિર્ણય
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નહી સ્વીકારે સન્માન
- કોઈપણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સન્માન નહીં સ્વીકારે
- કાર્યક્રમમાં… pic.twitter.com/PGrMfzyrWy— Gujarat First (@GujaratFirst) May 3, 2025
આ પણ વાંચોઃ RAJKOT : 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ કરાશે
C. R. Patil નું સૂચક સંબોધન
સુરતમાં યોજાયેલ Global Investor Conference માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગે સૂચક સંબોધન પણ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, PM મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે અને સરકાર વિકાસના માર્ગે આગળ વધી રહી છે. સી. આર. પાટીલે Pahalgam Terror Attack મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, Pahalgam Terror Attack નો બદલો ચોક્કસ લેવામાં આવશે. તેમણે પોતાના તરફથી લેવાયેલ એક પ્રતિજ્ઞા પણ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી Pahalgam Terror Attack નો બદલો લેવાશે નહીં ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારુ. વધુમાં જણાવ્યું કે, કોઈ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકેના સન્માન, સ્વાગત અને બૂકે પણ નહીં સ્વીકારું.
આ પણ વાંચોઃ GONDAL : રાજકુમાર જાટના બહેનનું આક્રંદ, કહ્યુું, 'રક્ષાબંધન ના આવે તો સારૂ'