Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuchમાં 15 દિવસ માટે ઘર રહેવા આપ્યું તો ભેજાબાજ મહિલાએ કરી લીધો કબ્જો

ભરૂચ જિલ્લા લેન્ડ ગ્રેબીંગ કમિટીએ મકાન માલિકની અરજી માન્ય રાખી ભેજાબાજ સિરીન વિરૂદ્ધ કાર્યવાહી કરવા હુકમ કર્યો
bharuchમાં 15 દિવસ માટે ઘર રહેવા આપ્યું તો ભેજાબાજ મહિલાએ કરી લીધો કબ્જો
Advertisement
  • મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગ (Land grabbing) એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી
  • ભરૂચ (Bharuch)ના ચિસ્તીયા સોસાયટીમાંથી કિસ્સો પ્રકાશમાં આવ્યો
  • છેવટે મકાન માલિકે કાયદાનો સહારો લેતા ભેજાબાજ સિરીન જેલ હવાલે

Bharuch શહેરમાં અવાર નવાર અનેક લોકો મકાનો પર કબ્જા કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોઈ છે. એવીજ એક ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલા ચીસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી. જે ઘટનામાં સિરીન નામની ઠગ મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર છું મે મકાન લઈ લીધું છે 15 દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માગ્યું હતું.

હું મકાન ખાલી નહિ કરું એમ કહેતા મકાન માલિક ચોંકી ગયા

ભરૂચ (Bharuch)જિલ્લાના ચીસ્તીયા વિસ્તારમાં સીરીઝ નામની મહિલાને મકાન માલિક ફરીયાદી અજીજભાઈએ 15 દિવસ માટે મકાન આપ્યું હતું. જેમાં 15 દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સિરીને મકાન હજી 15 દિવસ માટે આપો એમ કહ્યું હતું. તેમજ 1 મહિના બાદ પણ મકાન ખાલી નહિ કરતા મકાન માલિક અજીજભાઈએ સિરીનને મકાન ખાલી કરી આપો કહેતા સિરીન નામની ઠગ મહિલાએ તમારાથી થાય એ કરી લો હું મકાન ખાલી નહિ કરું એમ કહેતા મકાન માલિક ચોંકી ગયા હતા. મકાન માલિકે અવાર નવાર આ ઠગને મકાન ખાલી કરવા કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું.

Advertisement

આ પણ વાંચો: Gujarat: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 3 દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે, જાણો કયા જિલ્લાઓની મુલાકાત લેશે

Advertisement

સીસીટીવી ફૂટેજ પણ પોલીસ સમક્ષ રજૂ કરાયા હોવાની માહિતી

આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીજભાઈએ કાયદાનો સહારો લઈ 2023ની સાલમાં લેન્ડ ગ્રેબિંગની (Land grabbing) અરજી કરી હતી અને પોતાનું મકાન પરત મળશેની આશાએ દર દર ભટક્યા હતા. જોકે એક કહેવત છે હંમેશા સચ્ચાઈની જીત થાય છે એમ મકાન માલિકની લેન્ડ ગ્રેબિંગ એક્ટની અરજી માન્ય રાખી ભેજાબાજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ (Land grabbing) કમિટીએ હુકમ કરતા જ ઠગ સિરીન વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ઠગ સિરીનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે આ ઠગ મહિલાએ મકાન માલિકના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખી નુકસાન કર્યું હોવાની પણ ફરિયાદમાં આક્ષેપ કરાયા છે સાથે સીસીટીવી ફૂટેજના વાયરો ખેંચી તોડી રહી હોવાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ સમક્ષ રજૂ કરાયા હોવાની માહિતી મળી રહી છે.

અહેવાલ: દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Rajkot: રખડતા ઢોર બાદ હવે શ્વાનનો આતંક, બાળકને એટલા બચકા ભર્યો કે મોત થયુ

Tags :
Advertisement

.

×