માતૃત્વની ભાવનાને વર્ષો સુધી સાચવી રાખવા મહિલા તબીબે કરી પહેલ
સામાન્ય રીતે મહિલાઓને જ્વેલરી પહેરવાનો ઘણો શોખ હોય છે. કારણ કે જ્વેલરી (ઘરેણાં) મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે, સોના- ચાંદી અને કીમતી ધાતુઓથી બનેલી જ્વેલરી મહિલાઓનું આકર્ષણ વધારે છે. જેને ધ્યાને રાખી સુરતની એક મહિલા તબીબે અનોખો પ્રયોગ કર્યો જેમાં અનેક મહિલાઓએ જોડાઇ પોતાનું આકર્ષણ વધાર્યું.બાળકોની જન્મની યાદો હંમેશા માટે સાચવી રાખવા સુરતની અદિતિ મિત્તલે મહિલાઓની જ્વેલ
Advertisement
સામાન્ય રીતે મહિલાઓને જ્વેલરી પહેરવાનો ઘણો શોખ હોય છે. કારણ કે જ્વેલરી (ઘરેણાં) મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે, સોના- ચાંદી અને કીમતી ધાતુઓથી બનેલી જ્વેલરી મહિલાઓનું આકર્ષણ વધારે છે. જેને ધ્યાને રાખી સુરતની એક મહિલા તબીબે અનોખો પ્રયોગ કર્યો જેમાં અનેક મહિલાઓએ જોડાઇ પોતાનું આકર્ષણ વધાર્યું.
બાળકોની જન્મની યાદો હંમેશા માટે સાચવી રાખવા સુરતની અદિતિ મિત્તલે મહિલાઓની જ્વેલરીમાં પોતાની પ્રસૂતિની યાદો, બાળકના જન્મનો ઉત્સાહ અને આનંદનો ઉમેરો સાચવી રાખવા અનોખો પ્રયાસ કર્યો છે. ડોક્ટર અદિતિ મિત્તલે માતાના બ્રેસ્ટ મિલ્ક અને બાળકના વાળ, નખ, ફિંગર પ્રિન્ટ, હેન્ડ પ્રિન્ટ, ફૂટ પ્રિન્ટ, ગર્ભનાળ વગેરેનો ઉપયોગ કરીને પેન્ડલ્ટ, બ્રેસલેટ, વીંટી જેવી અલગ-અલગ જ્વેલરી બનાવી માતા પિતાને તેમના નવા જીવનના વિવિધ પળોને સાચવીને રાખવાનો અનોખો પ્રયત્ન કર્યો છે.
બ્રેસ્ટ મિલ્ક અને DNA વડે બનાવેલી જ્વેલરી કસ્ટમાઇઝ્ડ જવેલરી છે. જ્વેલરી બંનાવનાર ડોકટર અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે, આ અનોખી જ્વેલરી બનાવવા માટે બ્રેસ્ટ મિલ્કને સૌપ્રથમ પાવડર ફોર્મમાં રૂપાંતરિત કરી તેમાં કેમિકલ નાંખીને સોલીડ ફોર્મ બનાવી તૈયાર કરવામાં આવે છે. માતા બાળકને સ્તનપાન અમુક સમય સુધી જ કરાવી શકે છે. જેથી બાળકના આનંદના શ્રણોને વર્ષો સુધી યાદગાર બનાવવા માતાઓ આ પ્રકારે જ્વેલરી બનાવડાવીને માતૃત્વની ઉજવણી કરવા માંગે છે.
આ પ્રકારની જ્વેલરી પેઢી દર પેઢી સચવાઈ શકે એમ છે. તેને સોના, ચાંદી અને ઇમિટેશન જ્વેલરીમાં પણ બનાવી શકાય છે. તે રૂ.૩૦૦૦ થી શરૂ કરીને સોનાની જવેલરી માટે જેટલા ગ્રામ સોનુ વપરાય તે અનુસાર તેની કિંમત રહે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


