Limdi Jagannath Rath Yatra: લીંબડીમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠથી ભવ્ય રથયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું
સુરેન્દ્રનગરના લીંબડીમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ધારાસભ્ય કિરિટસિંહ રાણાએ પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. નગરચર્યાએ નીકળેલા ભગવાનનું ઠેર-ઠેર સ્વાગત થયું હતું. આ અવસરે મુસ્લિમ સમાજે ઠંડા પાણી અને દૂધનું વિતરણ કરીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેને લીધે સમગ્ર શહેરમાં ભક્તિ અને ભાઈચારાનો માહોલ છવાયો હતો.
Advertisement
Limdi Jagannath Rath Yatra 2026: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લીંબડી (Limdi) ખાતે આજે ભક્તિભાવ અને આસ્થાનું પૂર જોવા મળ્યું. સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ પવિત્ર અવસરે સમગ્ર નગરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. વાતાવરણમાં ગુંજતા જયઘોષ અને ભજન-કીર્તનની સુરાવલીઓ વચ્ચે સમગ્ર શહેર જાણે ભક્તિમય બની ગયું હતું.

