Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar : મહિલાઓની અનોખી શિવભક્તિ, પાંચ દિવસમાં સવા લાખ માટીના શિવલિંગનું નિર્માણ

સુરેન્દ્રનગરના બાપુનગરમાં મહિલાઓ દ્વારા શિવભક્તિનું એક અનોખું અને આકર્ષક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. માત્ર પાંચ દિવસના ટૂંકા સમયગાળામાં 25થી વધુ મહિલાઓએ સવા લાખ માટીના શિવલિંગોનું નિર્માણ કરીને અદભુત ધાર્મિક આસ્થા પ્રગટ કરી છે.
Advertisement

સુરેન્દ્રનગરના બાપુનગર વિસ્તારમાં રહેતી ૨૫ કરતાં વધુ મહિલાઓ હાલ શિવભક્તિના રંગે રંગાઈ છે. પવિત્ર શ્રાવણ કે ધાર્મિક માહોલ વચ્ચે આ મહિલાઓએ માત્ર પાંચ દિવસમાં સવા લાખ માટીના શિવલિંગ બનાવવાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે. આ વિશેષ આસ્થા માટે આ મહિલાઓ વહેલી સવારે ૩ વાગ્યાથી જ જાગીને શિવલિંગ બનાવવાની સેવામાં જોડાઈ જતી હતી. આ નિર્મિત સવા લાખ શિવલિંગો પર સવા લાખ બીલીપત્ર અર્પણ કરવામાં આવશે. મહિલાઓની આ અનોખી ધાર્મિક પહેલ હાલ સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

Tags :
Advertisement

.

×