સુરેન્દ્રનગરમાં લોક સાહિત્યકાર હકાભા ગઢવીનો અકસ્માત: ફોર્ચ્યુનર કાર પાણીમાં ખાબકી, ચમત્કારિક બચાવ
Hakabha Gadhvi Accident: સુરેન્દ્રનગર (Surendranagar) ના પીપળા અને બૈસાબગઢ વચ્ચે લોક સાહિત્યકાર હકાભા ગઢવી (Hakabha Gadhvi) ની ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો હતો. હિંગળાજ માતાના દર્શનેથી પરત ફરતી વખતે સાપ આડો ઉતરતા કાર પાણીમાં ખાબકી હતી. પાછળ આવતા મિત્રોએ તેમને બહાર કાઢ્યા હતા, જેમાં સદનસીબે હકાભા ગઢવીનો ચમત્કારિક બચાવ થયો છે.
Advertisement
Hakabha Gadhvi Accident: ગુજરાતના જાણીતા અને લોકપ્રિય લોક સાહિત્યકાર (Folk Artist) હકાભા ગઢવી (Hakabha Gadhvi) સાથે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં એક માર્ગ અકસ્માત (Road Accident) ની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, હકાભા ગઢવી બૈસાબગઢ (Baisabgadh) નજીક આવેલા પવિત્ર હિંગળાજ માતાજી (Hinglaj Mata) ના દર્શન કરવા માટે ગયા હતા. માતાજીના દર્શન કરીને પોતાની ફોર્ચ્યુનર કાર (Fortuner Car) માં પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

