Ahmedabad: પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મોટો ઝટકો, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. લાંચના આ કૌભાંડમાં EDએ પુરાવા તરીકે તેમના મોબાઈલમાંથી 800 ફોટા અને ડેટા ડિલીટ કરવાના સર્ચ હિસ્ટ્રી રજૂ કર્યા હતા.આ NA જમીન કૌભાંડમાં આરોપીએ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યાનું ફલિત થતા કોર્ટે ગંભીરતા દાખવીને જામીન આપવાનો ઈનકાર કર્યો છે.
Advertisement
Former Collector Rajendra Patel Reject Bail: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ (Rajendra Patel) દ્વારા પોતાની ખરાબ તબિયતને ટાંકીને સારવારના બહાને ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ અરજીને ફગાવી દીધી છે. રાજેન્દ્ર પટેલ પર સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન ખેતીની જમીનને બિનખેતી (NA) જમીનમાં ફેરવવાની મંજૂરી આપવા માટે લાંચનું એક મોટું નેટવર્ક ચલાવવાનો ગંભીર આરોપ છે.

