Surendranagar News: કચ્છના નાના રણમાં વર્ષો જૂના જમીન વિવાદનો ઉકેલ, અગરિયાઓના હિત માટે 16 સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટીની રચના
Surendranagar News: કચ્છના નાના રણમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયા સમુદાય અને વન વિભાગના ઘુડખર અભયારણ્ય વચ્ચે ચાલતા જમીન વિવાદનો હવે અંત આવવાની શક્યતાઓ પ્રબળ બની છે.
Advertisement
Surendranagar News: કચ્છના નાના રણમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયા સમુદાય અને વન વિભાગના ઘુડખર અભયારણ્ય વચ્ચે ચાલતા જમીન વિવાદનો હવે અંત આવવાની શક્યતાઓ પ્રબળ બની છે. સુરેન્દ્રનગર સહિત પાંચ જિલ્લાની સીમાને સ્પર્શતા આ રણમાં જમીન માલિકી અને સર્વે-સેટલમેન્ટના પ્રશ્નોને લઈને અગરિયાઓ દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યા હતા. આ મામલે દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે સરકારમાં કરેલી રજૂઆતો ફળીભૂત થઈ છે અને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લઈને 16 સભ્યોની કમિટીની રચના કરી છે.

