Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

લખતર પંથકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, 1000 વીઘામાં પાક નષ્ટ

Gujarat Farmers: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar) તાલુકામાં 6 ઈંચથી વધુ ભારે વરસાદ વરસતાં ભારે તારાજી સર્જાઈ છે. ડેરવાળા (Derwala) સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, જુવાર, બાજરી અને એરંડા સહિતનો પાક નિષ્ફળ ગયો છે. અંદાજે 1000 વીઘાથી વધુ જમીનમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ તાત્કાલિક વળતરની માગ કરી છે.
લખતર પંથકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ  1000 વીઘામાં પાક નષ્ટ
Advertisement

Gujarat Farmers: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar) તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ચો તરફ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. લખતર (Lakhtar) પંથકમાં ટૂંકા સમયગાળામાં અંદાજે 6 ઈંચથી પણ વધુ આભ ફાટવા જેવો ભારે વરસાદ નોંધાયો હતો. આ મુસળધાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે હાલાકી ઉભી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં ચોમાસુ પાકની ખેતી કરતા ખેડૂતોની આશા અને મહેનત પર પાણી ફરી વળ્યું છે.

Tags :
Advertisement

.

×