Surendranagar Club 71 Gym કાંડ: ફિટનેસની આડમાં અંગત ફોટા-વીડિયો અને બ્લેકમેલિંગ, સંચાલક અમીન મુલતાનીની ધરપકડ
Surendranagar Club 71 Gym: સુરેન્દ્રનગર શહેરમાંથી સામે આવેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથક સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવી છે. તંદુરસ્તી અને આત્મવિશ્વાસ કેળવવા માટે જીમમાં જતી બહેન-દીકરીઓની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું હોય તેવી ઘટના સામે આવતાં સ્થાનિક નાગરિકો,...
Advertisement
Surendranagar Club 71 Gym: સુરેન્દ્રનગર શહેરમાંથી સામે આવેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથક સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવી છે. તંદુરસ્તી અને આત્મવિશ્વાસ કેળવવા માટે જીમમાં જતી બહેન-દીકરીઓની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું હોય તેવી ઘટના સામે આવતાં સ્થાનિક નાગરિકો, મહિલાઓ અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. ‘ક્લબ 71’ નામના જીમની આડમાં યુવતીઓના અંગત ફોટો અને વીડિયો મેળવી બ્લેકમેલિંગ કરવાના ગંભીર આક્ષેપો બાદ પોલીસ હરકતમાં આવી છે અને મુખ્ય સંચાલક સહિતના લોકો સામે સપાટો બોલાવ્યો છે.
તંત્રની તવાઈ: જીમ સીલ, વીજ જોડાણ રદ અને ડિજિટલ પુરાવા જપ્ત
એક ભોગ બનનાર મહિલા દ્વારા હિંમતપૂર્વક કરવામાં આવેલી રજૂઆત બાદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. એએસપી સહિતની ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે ટીબી હોસ્પિટલ રોડ સ્થિત ‘ક્લબ 71 ’ જીમ ઉપરાંત ૮૦ ફૂટ રોડ પર આવેલી તેની બ્રાન્ચ અને સંબંધિત ઓફિસ પર એકસાથે દરોડા પાડ્યા હતા.
પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય સંચાલક અમીન મુલતાની સહિત કુલ 4 શખ્સો (જેમાં ફરજ બજાવતી બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે) ની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. તંત્ર દ્વારા બંને જીમ અને ઓફિસને સીલ મારી દેવામાં આવ્યા છે, જ્યારે પીજીવીસીએલ દ્વારા જીમનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું છે. સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ, વોટ્સએપ ચેટ્સ, પેનડ્રાઇવ તેમજ અન્ય ડિજિટલ સાધનો કબજે કરી એફએસએલ તપાસ માટેની તજવીજ હાથ ધરાઈ છે. આ ઉપરાંત સંચાલક સામે ગેરકાયદે વ્યાજવટાવના ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ તપાસના દાયરામાં આવી છે.
સમાજમાં ઉગ્ર આક્રોશ: હિન્દુ સંગઠનોની કડક સજાની માંગ
આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ હિન્દુ સંગઠનો અને સ્થાનિક અગ્રણીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સંગઠનોએ આ બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢી ‘જીમ જેહાદ’ જેવી ગંભીર પ્રવૃત્તિ ગણાવી આરોપી સામે દાખલારૂપ અને કડક કાનૂની પગલાં ભરવાની માંગ કરી છે. સંગઠનોએ અપીલ કરી છે કે કોઈપણ બહેન-દીકરી જીમ, ક્લાસિસ કે અન્ય સંસ્થાઓમાં જોડાય તે પહેલાં ત્યાંના સંચાલકોની પૃષ્ઠભૂમિ, સ્ટાફની ચકાસણી અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ ખાતરી કરે તે અનિવાર્ય છે.
સળગતા સવાલો: ફિટનેસ સેન્ટર કે ષડયંત્રનો અડ્ડો?
સુરેન્દ્રનગરની આ શરમજનક ઘટનાએ સમાજ અને તંત્ર બંને સામે એવા વેધક સવાલો ખડા કર્યા છે જેનો જવાબ મેળવવો અનિવાર્ય છે:
ફિટનેસની આડમાં બ્લેકમેલિંગનું નેટવર્ક ક્યાં સુધી? જીમ જેવી જાહેર અને વિશ્વાસપાત્ર ગણાતી જગ્યાઓ ક્યારે અને કોની રહેમનજર હેઠળ શિકારગાહમાં ફેરવાઈ ગઈ?
ડિજિટલ ડેટાનો દુરુપયોગ: મહિલાઓના અંગત ફોટો અને વીડિયો કેમેરા કે અન્ય માધ્યમોથી કઈ રીતે એકઠા કરાયા? કબજે કરાયેલી પેનડ્રાઇવ અને મોબાઈલ ફોનમાંથી હજુ કેટલી નિર્દોષ દીકરીઓના શોષણના રહસ્યો ખુલશે?
શું આ એકલદોકલ ગુનો છે કે વ્યવસ્થિત સિન્ડિકેટ? એક સામાન્ય જીમ સંચાલક આટલી હિંમત કોના પીઠબળથી કરતો હતો? આ કથિત રેકેટ પાછળ અન્ય કયા મોટા માથાં સંડોવાયેલા છે?
સ્થાનિક વહીવટીતંત્રની લાપરવાહી: શહેરમાં ધમધમતા આવા જીમ, સ્પા કે પ્રાઇવેટ ક્લબોમાં સીસીટીવી, પ્રાઇવસી અને સ્ટાફ વેરિફિકેશનનું નિયમિત ચેકિંગ કેમ કરવામાં આવતું નથી? શું કોઈ દીકરીની જિંદગી જોખમમાં મુકાય ત્યારે જ તંત્ર જાગશે?
આ પ્રકારના બનાવો માત્ર એક વ્યક્તિ કે સંસ્થા પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ તે સમાજમાં મહિલાઓની સ્વતંત્રતા અને સલામતી પર સીધો ઘા કરે છે. સુરેન્દ્રનગર પોલીસે ડિજિટલ પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી, ભોગ બનનાર મહિલાઓને સંપૂર્ણ સુરક્ષા આપીને આરોપીઓને એવી સજા અપાવવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ દીકરીઓની આબરૂ અને સુરક્ષા સાથે ખેલ કરતાં સો વખત વિચારે.
Advertisement

