Surendranagar નો ધોળીધજા ડેમ 100 ટકા ભરાયો, 10 થી વધુ ગામોને કરાયા એલર્ટ
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધોળીધજા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમ ઓવરફ્લોની શક્યતા વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે અને 10થી વધુ ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. બીજી તરફ ઓળક ગામમાં પાણી ઘૂસતાં અનેક ઘરો જળમગ્ન બન્યા છે અને ગ્રામજનો માલસામાન બચાવવા મથામણ કરી રહ્યા છે.
Advertisement
Surendranagar Dholidhaja Dam: સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ધોળીધજા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. સતત વધી રહેલી પાણીની આવકને પગલે ડેમ હવે ઓવરફ્લોની સ્થિતિમાં પહોંચી ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર તેમજ સ્થાનિક આગેવાનોએ ધોળીધજા ડેમની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ પાણીની આવક, જળસ્તર અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

