મૃતક મહિલાના માથામાં ગંભીર ઇજાના નિશાન
પ્રાપ્ત માહિતી અનુસાર તારંગા ધામમાં સવારે મંદિરના સંચાલકો અને સ્થાનિક લોકોએ પૂજારીના રૂમમાં કોઈ હલચલ ન દેખાતા તપાસ કરી હતી. રૂમ ખોલતાં અંદર પૂજારી અને તેમની પત્ની મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક મહિલાના માથામાં ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, માથામાં બોથડ પદાર્થના ઘા વાગવાથી તેમનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળેથી કેટલાક શંકાસ્પદ પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે.
પૂજારીએ પત્નીની હત્યાને અંજામ આપી આત્મહત્યા કરી હોવાની આશંકા
પત્નીનો મૃતદેહ મળ્યા બાદ પૂજારીનો મૃતદેહ પણ રૂમમાં જ મળ્યો હતો. પોલીસને મળેલા સંજોગોને આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પત્નીની હત્યા કર્યા બાદ પૂજારીએ પોતે આત્મહત્યા કરી લીધી હોઈ શકે છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસે દરેક પાસાની તપાસ શરૂ કરી છે.
તારંગા ધામમાં શોકનો માહોલ
જૈન સમાજ માટે આ ઘટના ભારે આઘાતજનક માનવામાં આવી રહી છે. તારંગા ધામ રાજ્યનું મહત્વપૂર્ણ તીર્થસ્થળ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પૂજારી અને તેમની પત્નીના અચાનક મૃત્યુના સમાચાર ફેલાતા ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસની તપાસ શરૂ
સ્થાનિક પોલીસ ઘટનાની જાણ થતાં જ તારંગા ધામ ખાતે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. પરિવારજનો અને નજીકના ઓળખીતાઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
FSLની ટીમ ઘટના સ્થળે તપાસ શરૂ કરી
ધ્રાંગધ્રાના તારંગા ધામ ખાતે પૂજારી પ્રવિણભાઈ રાઠવા અને તેમના પત્ની વર્ષાબેન રાઠવાના શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આજે બપોરે મળેલી આ ઘટનામાં પત્નીના માથાના ભાગે ઇજાના નિશાન હતા, જ્યારે પતિનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની ગંભીરતા જોતા FSLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ફાંસો ખાધેલા પતિના હાથમાં પત્નીના માથાના વાળ મુઠ્ઠીમાં જકડાયેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળેથી એક છરી અને લોહીના નિશાનવાળી લાકડી મળી આવી છે, જ્યારે છરી પર લોહીના નિશાન નહોતા મળ્યા. પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળે લોહી સાફ કરવાના પ્રયાસો થયા હોવાનું પણ સામે આવ્યું છે. FSLની પ્રાથમિક કાર્યવાહી બાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને આ રહસ્યમય મોત અંગે સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃMehsana Accident: ઘર આંગણે બેઠેલી મહિલા અને દીકરીને બેફામ બોલેરોએ કચડી, બહુચરાજીમાં શોકની લાગણી
આ પણ વાંચોઃ Surat: પાંડેસરા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, પત્ની અંગે મજાકથી શરૂ થયેલો વિવાદ પહોંચ્યો હત્યા સુધી, જાણો