Tarnetar Fair 2026: રેન્જ IG નિર્લિપ્ત રાય પહોંચ્યા તરણેતર: 2500 જવાનોના બંદોબસ્તનું કર્યું મોનિટરિંગ
Tarnetar Fair 2026: સુરેન્દ્રનગરના તરણેતર મેળા પૂર્વે SOG એ સઘન ચેકિંગ હાથ ધરી હોટલ, ગેસ્ટ હાઉસ અને ભંગારના ડેપોની તપાસ કરી હતી, જેમાં નિયમભંગ બદલ GP Act હેઠળ 3 અને BNS 223 હેઠળ 6 મળી કુલ 9 કેસ નોંધાયા છે. દરમિયાન રેન્જ IG નિર્લિપ્ત રાય (Nirlipt Rai) એ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી 2,500 જવાનોના બંદોબસ્તની સમીક્ષા કરી હતી.
Advertisement
Tarnetar Fair 2026: વિશ્વવિખ્યાત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા સમાન તરણેતરનો ભાતીગળ લોકમેળો (Tarnetar Fair) આગામી 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત હર્ષોલ્લાસ સાથે યોજાવા જઈ રહ્યો છે. દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ઉમટી પડતા સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બની ગયું છે. મેળા પૂર્વે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી (SOG) દ્વારા સમગ્ર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી નિયમભંગ કરનારાઓ સામે 9 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય (Range IG Nirlipt Rai) એ સ્થળ મુલાકાત લઈ સમગ્ર સુરક્ષા કવચનું નિરીક્ષણ કર્યું હતું.

